હળવે હૈયે...

જોક્સ

Wednesday 19th April 2017 06:49 EDT
 

જે લોકો હંમેશાં બહુ બોલતા હોય તેને નટુ નફરત કરતો હતો. એક વખત નટુએ તેની પત્ની શાંતાને કહ્યું, ‘મેં સાંભળ્યું છે કે પુરુષો એક દિવસમાં ૨૨૦૦ શબ્દો ઉપયોગ કરે છે, જ્યારે સ્ત્રીઓ ૪૪૦૦ શબ્દો બોલે છે.’
શાંતાએ થોડી વાર વિચાર કર્યો અને પછી નટુને આનું કારણ જણાવ્યું, ‘આનું કારણ એ છે કે પત્ની તેના પતિને જે કંઈ કહે તે તેણે બે વખત કહેવું પડે છે.’
આ સાંભળીને નટુ ગૂંચવાઈ ગયો. તેણે પૂછ્યું. ‘તેં શું કહ્યું તે ફરીથી કહીશ?’

એક ભૂત સલૂનમાં વાળ કપાવવા આવ્યું. કારીગરે કહ્યુંઃ બેસો, હજી કલાક થશે. ભૂતે જવાબમાં એવું કંઈક કહ્યું કે બિચારો કારીગર બેહોશ થઈ ગયો.
ભૂતે કહ્યું હતુંઃ મારું માથું અહીં મૂકી જાઉં છું. તું વાળ કાપી રાખજે!

નટુ પત્ની માટે નવી કાર લઈ આવ્યો. બીજા દિવસે ઓફિસમાં પત્નીનો ફોન આવ્યોઃ
‘સાંભળો છો... આ કારનું એન્જિન તો પાણીથી તરબતર છે.
મગનઃ હેં ના હોય.. કાર ક્યાં છે?
પત્નીઃ તળાવમાં...

ટીનાએ દુકાન પર બોર્ડ હતું તેમાં વાંચ્યુઃ બનારસી સાડી ૧૦ રૂપિયા, નાયલોન સાડી ૮ રૂપિયા, કોટન સાડી ૫ રૂપિયા...
ટીના ખૂબ ખુશ થઈને પતિ પાસે આવી અને કહ્યુંઃ મને ૫૦ રૂપિયા આપો. હું દસ સાડી ખરીદવા માગું છું.
પતિઃ ધ્યાનથી વાંચ, આ સાડીની નહીં, ઈસ્રીની દુકાન છે.

પ્લેટફોર્મ પરથી ઊપડતી ગાડી જોઈને દુ:ખી થતો રમેશ બોલ્યો: મીના, તેં જો તૈયાર થવામાં આટલું મોડું ન કર્યું હોત તો આપણે ગાડી જરૂર પકડી શકત.
મીનાઃ અને તેં જો મને આટલી બધી ઉતાવળ કરાવી હોત તો હવે પછીની ગાડી માટે આપણે આટલી બધી રાહ જોવી પડત.

નટુઃ દૂધ પીવાથી શરીરનો વિકાસ થાય.
ચિન્ટુઃ ના રે ના... બિલાડી જુઓને વર્ષોથી એવી ને એવી છે.
નટુઃ વોકિંગ કરવાથી ચરબી ઘટે.
ચિન્ટુઃ શું વાત કરો છો... કોઈ દિવસ ઘટી શકે? હાથીનું વજન ક્યાં ઘટે છે?
નટુઃ તરવાથી શરીર સ્લિમ થાય.
ચિન્ટુઃ રહેવા દો ને હવે... તો તો વ્હેલ ક્યારની પાતળી થઈ ગઈ હોત.
નટુઃ દરરોજ વહેલા ઊઠવાથી ધનમાં સમૃદ્ધિ આવે.
ચિન્ટુઃ તો તો છાપા વેચવાવાળા બીએમડબલ્યુમાં ફરતા હોય.

ક્લાસમાં સાહેબે એક ગ્લાસ લઈને તેમાં કેમિકલ નાખ્યું અને પોતાના ખિસ્સામાંથી સિક્કો કાઢીને તેમાં નાખ્યો. પછી વિદ્યાર્થીઓને પૂછયું કે આ સિક્કો ઓગળશે?
વિદ્યાર્થીઃ નહીં ઓગળે...
સરઃ શાબાશ... પણ તને કેમ ખબર પડી?
વિદ્યાર્થીઃ જો સિક્કો નાખવાથી ઓગળવાનો હોત તો તમે સિક્કો અમારી પાસેથી માગ્યો હોત.

ભારતીય નારી બીજા જન્મમાં પણ એ જ પતિ મળે એવું ભગવાન પાસે કેમ માગે છે કારણ કે આટલી બધી મહેનત કરીને ટ્રેનિંગ આપીને ઘૂઘરા જેવો કર્યો હોય તો બીજા જન્મમાં પાછી માથાકૂટ કોણ કરે.

પપ્પુ જંગલમાં જઈ રહ્યો હતો ત્યાં પગમાં એક સાફ કરડી ગયો. આ જોઈ પપ્પુ હસવા લાગ્યો અને બોલ્યોઃ હજી ના ધરાયો હોય તો કરડી લે કરડવું હોય તેટલી વાર.
સાપ બીજી ૪-૫ વાર કરડી ગયો તો પણ પપ્પુને કંઈ ના થતાં સાપે પૂછયુંઃ ‘તું તો માણસ છે કે ભૂત?’
પપ્પુઃ હું તો માણસ જ છું, પણ પગ નકલી છે.


comments powered by Disqus