બે યુવક-યુવતીને પરસ્પર ખૂબ જ પ્રેમ હતો.
આથી યુવકે યુવતી પાસે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. જે યુવતીએ તરત જ સ્વીકારી લીધો. બન્ને મંદિરમાં ગયાં. લગ્નવિધિ પતી ગયા પછી બ્રાહ્મણે યુવતીને જીવનરાહ બતાવતા કહ્યુંઃ સદાય તારા પતિના પગલે પગલે ચાલજે!
યુવતી મૂંઝાઇ ગઇ. પોતાની મુશ્કેલી દર્શાવતા કહ્યુંઃ ઓહ! એવું તો કઈ રીતે બને? મારા પતિ તો પોસ્ટમેન છે!
•
પ્રવાસીઃ તમારી હોટલમાં જમવાનો સમય
શું છે.
વેઈટરઃ સાહેબ! નાસ્તો ૭થી ૧૧ વાગ્યે. બપોરનું જમવાનું ૧૨થી ૩ અને રાતનું ભોજન ૬થી ૧૦.
પ્રવાસીઃ તો પછી મારી પાસે હરવા-ફરવાનો સમય બહુ ઓછો રહેશે, નહીં.
•
ક્રિસમસ પાર્ટીમાં ભાઈબંધો ભેગા થઈને દારૂની મહેફીલ કરી રહ્યાં હતાં.
એક જણનો મોબાઇલ રણક્યો.
છોકરોઃ હેલો...
ગર્લફ્રેન્ડઃ ડાર્લિંગ હું માર્કેટમાં છું, એક ૫૦,૦૦૦નું નેકલેસ મને ગમી ગયું છે, હું લઈ લઉં.
છોકરોઃ હા લઈ લે.
ગર્લફ્રેન્ડઃ એક ડ્રેસ પણ મને બહુ ગમે છે, ૫૫૦૦નો છે એ લઈ લઉં.
છોકરોઃ હા, લઈ લે, કંઈ વાંધો નહીં.
ગર્લફ્રેન્ડઃ મારી પાસે તારું ક્રેડિટ કાર્ડ છે, તેમાંથી જ બિલ પે કરું છું.
છોકરોઃ હા, હા, વાંધો નહીં.
બધા જ મિત્રોઃ એ ભાઈ તું ગાંડો થઈ ગયો છે કે પછી તું તારી ગર્લફ્રેન્ડને આટલો બધો પ્રેમ કરે છે એ અમને બધાને બતાવે છે.
પહેલો છોકરોઃ એ બધુ છોડો, પહેલાં એ કહો, આ મોબાઇલ કોનો છે?
•
સાચું કહું છું, જો સલમાન ખાન નિર્દોષ ન છૂટ્યો હતો...
તો....
તો...
મારો પૈસા ઉપરથી વિશ્વાસ ઊઠી ગયો હોત!
•
મનુભાઈ (હોટલમાં વેઇટરને બોલાવીને)ઃ તું મારો સુપ ચાખ.
વેઇટરઃ ના સાહેબ, એવું અમે ના કરી શકીએ.
મનુભાઈઃ ના આજે તો તારે ચાખવો જ પડશે.
વેઇટરઃ કેમ સાહેબ સૂપમાં કોઈ પ્રોબ્લેમ છે?
મનુભાઈઃ મારે કંઈ જ સાંભળવું નથી, તું બસ સૂપ ચાખ.
વેઇટરઃ ઓ.કે. ચમચી ક્યાં છે?
મનુભાઈઃ હા. હવે ખરો સવાલ કર્યો...
•
નટુઃ મારી મમ્મીને નવી નવી વાનગી ખૂબ ભાવે છે.
ચંદુઃ એમ, આજે તારી મમ્મીએ જમવામાં શું બનાવ્યું છે?
નટુઃ અમે તો રોજ હોટલમાં જમીએ છીએ.
•
છગન લાઈટ સામે મોં ફાડીને ઊભો હતો. એટલામાં મગન ત્યાં આવ્યો.
મગનઃ અલ્યા છગન આ શું કરે છે.
છગનઃ ડોક્ટરે મને ભોજનમાં લાઇટ ખાવાનું કહ્યું છું એટલે લાઇટ ખાઉં છું.
