હળવે હૈયે...

Wednesday 20th December 2017 07:04 EST
 

છગને અમદાવાદના રિલીફ રોડ
ઉપર આવેલી મોબાઈલની દુકાનમાં જઈને મોબાઈલ પાછો આપતા કહ્યું, ‘આ લ્યો, તમારો મોબાઈલ પાછો. તમે કહેલું કે એ જિંદગીભર ચાલશે પણ આ તો ત્રણ મહિના પણ નથી ચાલ્યો.’
‘બરોબર છે.’ દુકાનદારે છગનને કહ્યું, ‘મેં એમ કહેલું એ સાચું પણ ત્યારે તમારી તબિયત ઘણી ખરાબ હતી.’

એક કિડનેપરે રમેશને ફોન કર્યોઃ ‘તારી વાઈફને અમે કિડનેપ કરી લીધી છે. તેની સાબિતી માટે અમે તેની આંગળી તને મોકલી છે.’
રમેશઃ તમે જે સાબિતી મોકલી છે તે ના ચાલે, એની મુંડી કાપીને મોકલો.

સંતાએ બંતાને કહ્યુંઃ યાર, આઈ એમ ગોઈંગનો શો અર્થ થાય?
બંતાઃ હું જઉં છું.
સંતાઃ અરે યાર, આમ જઈશ નહીં. મેં ૨૦ જણને પૂછ્યું તો બધા આમ જ કહીને જતા રહ્યા. તું તો જવાબ આપીને જા.

એક જમાઈએ પોતાની સાસુને કહ્યુંઃ તમારી દીકરી એકેય રીતે સારી નથી. એનામાં અસંખ્ય દુર્ગુણ છે.
સાસુ ધીમેથી બોલીઃ હા, બેટા સાચી વાત, એટલે જ એને કોઈ સારો જીવનસાથી ના મળ્યો.

રમેશઃ તું આ ઈંટ લઈને કેમ ક્યારનો ફરે છે?
સુરેશઃ કંઈ નહીં યાર, હું મારું ઘર વેચવા માંગું છું, અને આ એનું સેમ્પલ છે.

તમારી પત્ની તમારી છાતી પર માથું રાખીને ધીમે રહીને પૂછી શકે છે કેઃ
‘તમારી લાઈફમાં કોઈ બીજી સ્ત્રી છે?’
અને.....
... જો તમારા ધબકારા વધી ગયા તો સમજો ગયા તમે.....!

પત્નીઃ હું પરણીને આવી ત્યારે મેં બનાવેલું ભોજન તમે ઓછું ખાતા અને મને વધુ ખવડાવતા હતા.
પતિઃ તો?
પત્નીઃ હવે એવું કેમ નથી કરતાં?
પતિઃ કેમ કે હવે તું સ્વાદિષ્ટ રસોઈ બનાવતા શીખી ગઈ છે.

સંતાઃ અરે યાર, કાલે રાત્રે ઘરે પહોંચતા બહુ મોડું થયું, બેલ વગાડ્યો, પણ વાઈફે બારણું ખોલ્યું જ નહીં, આખી રાત પાર્કિંગમાં સૂઈ જવું પડ્યું.
બંતાઃ પછી શું થયું? સવારે વાઈફે જોયું કે નહીં?
સંતાઃ ના યાર, સવારે યાદ આવ્યું કે વાઈફ તો એના પિયર ગઈ છે અને ઘરની ચાવી મારા ખિસ્સામાં હતી.

કહાની મેં ટ્વિસ્ટ...
રાવણઃ મા ભિક્ષા આપો.
મહિલાઃ લો મહારાજ
રાવણઃ મા... જરા આ દરવાજાની બહાર તો આવો.
મહિલા બહાર આવે છે.
રાવણઃ (એને પકડતાં)ઃ હા...હા...હા... હું ભિક્ષુક નથી, પણ રાવણ છું.
મહિલાઃ (જોરથી હસતાં) હું પણ સીતા નથી પણ કામવાળી બાઈ છું.
કહાની મેં એક ઓર ટ્વિસ્ટ...
રાવણઃ હા...હા...હા. અમારે આમેય કામવાળી બાઈની જ જરૂર હતી. સીતાનું અપહરણ કરીને બહુ પસ્તાયો છું. તને લઈ જઈશ તો મંદોદરી ખુબ ખુશ થઈ જશે.


comments powered by Disqus