પ્રેમ અને સિગારેટ
પ્રેમઅને સિગારેટ વચ્ચે એક સમાનતા છે !!!
બંને હોઠો પર ખુશી લાવે છે ! પણ હૃદય માં દુખ લાવે છે !!
•
એક ટેક્સીવાળાને મહિલાએ કહ્યું: હોસ્પિટલ લઇ જાવ. ડ્રાઈવરે પૂરપાટ ગાડી દોડાવી મૂકી.
તરત મહિલાએ કહ્યું : હું ત્યાં કામ કરવા જાઉં છું. દાખલ થવા નહીં!!
•
એક ગુજ્જુ પત્ની સજીધજીને પોતાના પતિને કહ્યુંઃ જાનુ કહોને હું કેવી લાગું છું?
પતિઃ કસમથી જાનુ એવી લાગે છે કે મન થાય છે કે તને પાકિસ્તાનમાં ફેંકી આવું..
પત્ની શરમાતા શરમાતા બોલી...
‘હાય ભગવાન... સીધેસીધુ કહોને બોમ્બ લાગી રહી છું...!!’
•
જો ભારત સરકાર ફેસબુક અને વોટ્સએપ પર DP બદલવા માટે માત્ર એક રૂપિયો લેવાનું શરૂ કરી દે...
...તો થોડાક દિવસોમાં ભારત દેશ અમેરિકા અને ચીનને લોન આપવામાં સક્ષમ થઈ જશે.
•
જજઃ તે તારી પત્નીને છેલ્લા ૧૦ વર્ષથી ડરાવી, ધમકાવીને દાબમાં રાખી છે...!
છગનઃ સાહેબ એમાં વાત એવી છે કે...
જજઃ મારે તારી સફાઈ નથી સાંભળવી... રીત શીખવાડ.
•
નેતાઓથી ભરેલી બસ ઝાડ સાથે ટકરાઈ.
ઝાડની નજીક રહેતો ચંદુ આવ્યો. એણે એક મોટી કબર ખોદી અને બધાને દફનાવી દીધા. થોડા સમય પછી શહેરના મેયર ત્યાંથી પસાર થયાં. તેણે એક્સિડન્ટ વાળી બસ જોઈ ચંદુને પૂછયુંઃ શું બધા મરી ગયા હતા.
ચંદુએ જવાબ આપ્યોઃ હા સાહેબ, એમાંથી કેટલાક ચીસો પાડી રહ્યા હતા કે એ જીવતા છે, પણ નેતાઓ ક્યારેય સાચું નથી બોલતા હોતા.
•
ચમન (ટીના)ઃ તને ખબર છે રોગ હંમેશા શરીરના નબળા ભાગ પર જ હુમલો કરે છે?
ટીનાઃ ઓહ એમ! હવે મને સમજાયું કે હંમેશા તમે માથું દુઃખવાની ફરિયાદ કેમ કરો છો!
•
પરેશને સાઈકલનું પેંડલ ક્યાંકથી મળ્યું... એણે ઘરે જઈ પત્નીને આપ્યું અને કહ્યુંઃ લે આને સંભાળીને રાખ ક્યારેક આપણે સાઇકલ લઈએ તેમાં ખરાબ થઈ જશે તો નાખવામાં કામ લાગશે.
•
પત્નીઃ તમે મને ઊંઘમાંથી કેમ જગાડી.
પતિઃ ‘અરે સંધ્યા! હું પણ કેવો ભૂલકણો છું હું તને ઊંઘની ગોળી આપવાનું જ ભૂલી ગયો હતો.’
•
મુનિયાએ તેની ગર્લફ્રેન્ડ જમકુને કહ્યુંઃ ડાર્લિંગ હું તને બહુ જ પ્રેમ કરું છું, પ્લીઝ મને આઈ લવ યુ કહે ને.
જમકુએ તરત જ કહ્યુંઃ આઈ લવ યુ.. કેમ કે મારા શિક્ષક કહે છે કે લવ ધ એનિમલ્સ.
•
વરસો પહેલા દરવાજા પર લખતા ‘અતિથિ દેવો ભવઃ’, ત્યાર બાદ ‘WEL COME’, હવે લખે છે ‘કુતરાથી સાવધાન.’
•
રાતના બાર વાગે રસ્તે જઈ રહેલા એક માણસને પોલીસે પકડીને કહ્યુંઃ ચાલ પોલીસ સ્ટશન.
માણસઃ પણ મેં શું કર્યું છે.
પોલીસઃ કશું નહીં. પણ મને એકલા જતા બીક લાગે છે.
•
પતિઃ ડોક્ટરે કહ્યું છે કે તને કોઈ બીમારી નથી, તો પણ કેમ ઉદાસ છે?
પત્નીઃ વિચારું છું કે ડોક્ટરની ફીના ૨૫૦ રૂ. ખોટા પડી ગયા.
