નટુ એક દિવસ તેના બંગલાના પ્રાંગણમાં છોડને પાણી પિવડાવી રહ્યો હતો ત્યારે એક કૂતરો તેના બંગલામાં ઘૂસી ગયો. કૂતરાના તંદુરસ્ત દેખાવ અને ગળામાંના પટ્ટા પરથી નટુને ખાતરી થઈ કે આ કૂતરો પાલતુ છે. નટુ ઘરમાં ગયો તો કૂતરો પણ તેની પાછળ તેના ઘરમાં ઘૂસીને ડ્રોઇંગરૂમમાં સૂઈ ગયો. એક કલાક પછી કૂતરો દરવાજા પાસે જઈને ભસવા લાગ્યો. એટલે નટુએ દરવાજો ખોલીને તેને જવા દીધો. બીજા દિવસે કૂતરો ફરીથી નટુને ઘરે આવ્યો અને ડ્રોઇંગરૂમના ખૂણામાં સૂઈ ગયો. આવું કેટલાય દિવસ સુધી ચાલતું રહ્યું. એક દિવસ નટુએ કૂતરાના પટ્ટા પર ચિઠ્ઠી બાંધી. ચિઠ્ઠીમાં તેણે લખ્યું, ‘તમારો કૂતરો ઊંઘવા માટે રોજ બપોરે મારા ઘરે આવે છે.’
બીજા દિવસે ફરીથી કૂતરો નટુના ઘરે આવ્યો. તેના પટ્ટા પર એક ચિઠ્ઠી હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું, ‘અમારે છ બાળકો છે. અમારો કૂતરો તમારા ઘરે તેની ઊંઘ પૂરી કરવા આવે છે. હું પણ આવી શકું?’
•
એક દિવસ પહેલાં ભયંકર શરદી માટે ડોક્ટર નટુને બતાવી ગયેલો દર્દી ગટુ બીજે દિવસે માથું પકડીને ડોક્ટર નટુ પાસે ગયો.
ડોક્ટર નટુએ પૂછયું, ‘તું મારા કહ્યા પ્રમાણે ઘરનાં બારી-બારણાં ખુલ્લાં રાખીને સૂઈ ગયો હતો ને એટલે તારી શરદી ગાયબ થઈ ગઈ લાગે છે. પરંતુ હવે માથામાં શું થયું?’
ગટુએ જવાબ આપ્યો, ‘તમે કહ્યું તે જ પ્રમાણે હું સૂઈ ગયો હતો. શરદી તો ન ગઈ, પરંતુ મારા ઘરમાંથી ટીવી, ટેપરેકોર્ડર, ઘડિયાળ અને પર્સ ગાયબ થઈ ગયાં.’
•
નટુ ફાનસ લઈને ઘરની બહાર જતો હતો. તેના પિતા ગટુએ તેને પૂછયું, ‘બેટા, તું ક્યાં જાય છે?’
નટુ બોલ્યો, ‘પપ્પા, હું મારી પ્રેમિકાને મળવા જાઉં છું.’
ગટુએ કહ્યું, ‘બેટા, હું જ્યારે મારી પ્રેમિકાને મળવા જતો હતો ત્યારે હું કંઈ ફાનસ લઈને જતો ન હતો.’
નટુ બોલ્યો, ‘મને ખબર છે. જુઓ, તમને કેવી પત્ની મળી છે.’
•
કેમિસ્ટ્રીના પ્રોફેસર છગને પત્ની લીલી રડતી હતી તેને કહ્યુંઃ તું ગમેતેટલી રડીશ અને આંસુ પાડીશ પણ મારા ઉપર એની અસર નથી થવાની કારણ કે આંસુમાં છે શું? થોડોક ફોસ્ફરસ, સોલ્ટ, થોડોક સોડિયમ ક્લોરાઈડ અને બાકીનું પાણી.
•
રાતની ટ્રેનમાં એક મુસાફરે સાતમી વાર એટેન્ડન્ટને ૫૦ની નોટ પકડાવતાં કહ્યુંઃ ‘જા, ક્યાંકથી થોડો બરફ લઇ આવ, બસ છેલ્લો પેગ બનાવી લઉં...’
એટેન્ડન્ટઃ સાહેબ, હવે બરફ નહિ મળે.
મુસાફરઃ કેમ?
એટેન્ડન્ટઃ કારણ કે ટ્રેનમાં જે લાશ હતી એને છેલ્લા સ્ટેશન પર ઉતારી દેવામાં આવી છે...
•
ભારતમાં જ્ઞાન વહેંચતી ૭ સૌથી મોટી યુનિવર્સિટીઓ...
(૧) સોસાયટીનો બાંકડો
(૨) પાનનો ગલ્લો
(૩) હેરકટીંગ સલૂન
(૪) સિનીયર સિટીઝનની મંડળી
(૫) દારૂ પીધેલો માણસ
(૬) ટ્રેનનો જનરલ કોચ
અને
(૭) વ્હોટ્સ-એપ...
•
જલી કો આગ કહતે હૈ
બુઝી કો રાખ કહતે હૈ
મગર જિસ કા મિસ-કોલ
દેખતે હી દારૂ ઉતર જાયે
... ઉસકો વાઇફ કહતે હૈ
