કન્યાવાળાઃ અમારે એવો છોકરો જોઈએ છે જે પાન, સિગારેટ, દારૂ કંઈ જ ન લેતો હોય, ફક્ત બાફેલું અને ઉકાળેલું ખાતો હોય અને દિવસ-રાત ભગવાનનું ભજન કરતો હોય.
પંડિતઃ એવો છોકરો તો તમને હોસ્પિટલના આઈસીયુ વોર્ડ સિવાય બીજે ક્યાંય નહીં મળે!...
•
સિલીંગમાંથી પાણી ટપકતું હતું તે બંધ કરવા ચમને કડિયાને બોલાવ્યો.
કડિયાએ પૂછયુંઃ સિલીંગ ટપકે છે એની ખબર ક્યારે પડી?
ચમનઃ કાલે રાત્રે હું ટામેટાનો સૂપ પીતો હતો તેને પૂરો કરવામાં બે કલાક લાગ્યા ત્યારે...
•
પત્નીઃ તમારા વાળ તો જુઓ, જાણે ખેતરમાં ઘાસ ના ઊગ્યું હોય.
પતિઃ એટલે જ તો હું એટલી વારથી વિચારું છું કે મારી પાસે ભેંસ કેમ ઊભી છે.
•
ટીચરે તોફાની પપ્પુને સમજાવતાં કહ્યુંઃ બેટા જો સાચા દિલથી પ્રાર્થના કરીએ તો ભગવાન જરૂર સાંભળે છે.
પપ્પુઃ રહેવા દો સર, જો એવું જ હોત તો આજે તમે મારા ટીચર નહીં, સસરા હોત.
•
વર્ષો પછી બે જૂના મિત્રો મળ્યા.
કનુઃ તારો દીકરો તો કેટલું બધું બોલ-બોલ કરતો હતો, હવે કેમ છે?
મનુઃ હવે નથી બોલતો એ...
કનુઃ અરે વાહ, આ ચમત્કાર થયો કેવી રીતે?
મનુઃ મેં એનાં લગ્ન કરાવી દીધાં. એની પત્ની જૂડો કરાટે ચેમ્પિયન છે.
•
ટીચરઃ ચાલુ ક્લાસમાં એકબીજા જોડે કેમ ઝઘડવું ના જોઈએ?
ચિંટુઃ કારણ કે ખબર નહીં, પરીક્ષામાં ક્યારે કોની પાછળ બેસવાનો વારો આવી જાય.
•
સવારે પતિ ભગવાનને પ્રાર્થના કરતો હતો ‘પ્રભુ! આટલા બધાં દુ:ખો? મારી ભૂલ શું? એકાદ તો બતાડ?’
અને પ્રાર્થના ફળી! સાંજે પત્ની કહે છે:
‘ચાલોને, આપણા લગ્નની સીડી જોઇએ!’
•
વોટ્સએપ અને ફ્રિજમાં શું સમાનતા છે?
આપણને ખબર જ હોય કે અંદર નવું કંઈ જ નથી, તો પણ દિવસમાં ૫૦ વાર ખોલીને જોયા વગર ચાલે નહિ.
•
એક જાહેર સ્પર્ધામાં પ્રશ્ન પૂછવામાં આવ્યોઃ ખુશીને ત્રણ શબ્દોમાં વર્ણવો. બધા ધુરંધરો વિચારવા લાગ્યા. ત્યાં ખૂણામાં બેઠેલા ભગાએ જવાબ આપ્યોઃ ‘પત્ની પિયર ગઈ!’ આખા સભાખંડે તાળીઓથી તેનું અભિવાદન કર્યું અને આયોજકોને સ્ટેજ પર લઈ જઈને સન્માન કર્યું.
•
દર્દી (સરકારી હોસ્પિટલમાં)ઃ અરેરેરે, કંટાળી ગયો હું તો બીમારીથી. આના કરતાં તો મરી જવું સારું.
ડોક્ટરઃ અમે એ માટે પૂરતો પ્રયત્ન કરી તો રહ્યા જ છીએ...!
•
પતિ-પત્ની વચ્ચે સવાર-સવારમાં એટલો બધો ઝઘડો થયો કે પતિ ટિફિન લીધા વગર જ ઓફિસ જતો રહ્યો.
બપોરે ભૂખ લાગતાં પતિએ પત્નીને ફોન કર્યોઃ રાત્રે જમવામાં શું બનાવીશ?
પત્ની હજી ગુસ્સામાં હતી એટલે જવાબ
આપ્યોઃ ઝેર...
પતિઃ સારું, તો મને આવતાં મોડું થશે, તું જમીને સૂઈ જજે.
•
ચકોઃ મમ્મી, તારા માટે મારી શું કિંમત?
મમ્મીઃ બેટા, તું તો મારા માટે લાખોમાં જ નહિ કરોડોમાં એક છે.
ચકોઃ તો મમ્મી એ કરોડોમાંથી ૨૦૦ રૂપિયા આપને, ઇન્ટરનેટ માટે રિચાર્જ કરવાનું છે.
