હળવે હૈયે...

જોક્સ

Wednesday 22nd November 2017 05:35 EST
 

વિદેશયાત્રાએથી પાછા ફરેલા સંતાએ પોતાની પત્નીને પૂછ્યુંઃ શું હું વિદેશી જવો લાગું છું?
પત્નીઃ ના તો?
સંતાઃ તો પછી લંડનમાં એક સ્ત્રી એવું કેમ પૂછતી હતી કે તમે વિદેશી છો?

કરોડીમલ પોતાનો કૂતરો વેચવા માંગતો હતો. શાહજી એને ખરીદવા ઈચ્છતા હતા.
શાહજીઃ આ કૂતરો વફાદાર તો છે ને?
કરોડીમલઃ અરે હા, બિલ્કુલ. પહેલા પણ ત્રણ વાર હું આને વેચી ચૂક્યો છું. પણ એ દરેક વખત મારી પાસે આવી જાય છે.

છોકરીવાળાઃ અમારે એવો છોકરો જોઈએ જે પાન, સિગારેટ, દારૂ વગેરેને અડતો ના હોય, માત્ર બાફેલું અને ઉકાળેલું જ ખાતો-પીતો હોય અને રાત-દિવસ તેના મોંમાં ભગવાનનું નામ જ હોય....
પંડિતઃ આજના જમાનામાં તો આવો છોકરો તમને હોસ્પિટલના ICUમાં જ મળશે!!!

જ્ઞાન મેળવવા માટે દુનિયાની ત્રણ મહાન યુનિવર્સિટીઓ
૧. પાનનો ગલ્લો
૨. દારૂનો અડ્ડો
૩. વ્હોટ્સ એપનું પેજ

જાતે પૈસા આપીને ફૂટપાથ પર હાથમાં વાસણ પકડીને ઉભા રહેવાનો આજકાલ કંઈ કેટલાય લોકોને શોખ થાય છે.
કારણ કે, એમને પાણીપુરી ખાવાનો શોખ છે!

એક કંજુસ બાપ એના છોકરાની ધુલાઈ કરી રહ્યો હતો. પાડોશીએ પૂછ્યુંઃ ‘શું થયું?’
‘નાલાયકની ચંપલ ઓછી ઘસાય એટલા માટે કીધેલું કે સીડીના બબ્બે પગથિયા જોડે ચડજે... પણ વાંદરો તૈણ તૈણ પગથિયાં જોડે ચડવા ગયો એમાં પાયજામો ફાડી નાખ્યો...’

કંજુસ બાપાએ ઘરમાં ઘીની એક શીશી રાખી મૂકી હતી. છોકરાને રોટલી ખવડાવતી વખતે શીશી રોટલી પર ફેરવીને આપતો હતો.
એક દિવસ કંજુર બહારગામ ગયો. પાછો આવીને પૂછે છે, ‘રોટલી ખાઈ લીધી?’
‘હા. તમે શીશી તિજોરીમાં મૂકીને ગયેલા એટલે તિજોરીના હેન્ડલ પર રોટલી ઘસીને ખાધી.’
કંજુસે જોરથી એક થપ્પડ મારતા કીધું ‘નાલાયક? એક દિવસ ઘી ખાધા વિના રહ્યો હોત તો શું મરી જવાનો હતો?’

છોકરોઃ ચાહુંગા મેં તુજે સાંજ-સવેરે...
છોકરીઃ અને બપોરે?
છોકરોઃ બપોરે તો ૧ થી ૪ ઊંઘવાનું હોય ને ગાંડી! આ રાજકોટ છે...

છોકરાએ છોકરીને કહ્યુંઃ વાદળો ગરજે છે એટલે તારી યાદ આવે છે, વરસાદમાં પલળું એટલે તારી યાદ આવે છે.
છોકરી બોલીઃ ખબર છે હવે, તારી છત્રી મારી જોડે છે, પાછી મળી જશે, મહેણાં ન મારીશ

સંતાએ તેની ગર્લફ્રેન્ડને કહ્યુંઃ તું મારી ફિલ્મમાં કામ કરીશ?
ગર્લફ્રેન્ડઃ હા કરીશ પણ કેવો સીન
કરવાનો છે?
સંતાઃ તારે એક તળાવમાં ધીમે ધીમે
ઉતરવાનું છે.
ગર્લફ્રેન્ડ ખુશ થઈને બોલીઃ ફિલ્મનું નામ
શું છે?
સંતાઃ ‘ગઈ ભેંસ પાની મેં’


comments powered by Disqus