અમદાવાદઃ છેલ્લા ૧૦૦ વર્ષમાં એશિયન હાથીની સંખ્યા ૯૦ ટકા સુધી ઘટી ગઈ છે ત્યારે સંખ્યા વધે તે માટે આર્ટના માધ્યમથી પ્રયાસ કરાય છે. દિલ્હીમાં વિશ્વના સૌથી મોટા એક્ઝિબિશનમાં ‘એલિફન્ટ પરેડ’ સિટીના ઉમંગ હઠીસિંહે તૈયાર કરેલા એલિફન્ટનું સ્ટેચ્યૂ પ્રદર્શનમાં મુકાયું હતું. આ એક્ઝિબિશન નિહાળવા આવેલા બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સે ‘હેલ્લો મિસ્ટર ઉમંગ હાઉ આર યુ એન્ડ યોર હેરિટેજ સિટી’ના શબ્દો સાથે હઠીસિંહનું વેકલમ કર્યું હતું. ‘એલિફન્ટ પરેડ’ એક્ઝિબિશનમાં પ્રિન્સ ચાર્લ્સ સાથે થએલી વાતચીત અંગેના અનુભવ અંગે વાત કરતાં ઉમંગ હઠીસિંહે કહ્યું કે, પ્રિન્સ ચાર્લ્સે યુનેસ્કો તરફથી અમદાવાદને મળેલા હેરિટેજ સિટીના દરજ્જા અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે લંડનમાં ક્વિન એલિઝાબેથના કેલક્શનમાં છે તે મુઘલ સમ્રાટ શાહજહાંના જીવન અને એક્ટિવિટી પરનું આત્મકથા સ્વરૂપનું પુસ્તક પદશનામાનો ઉલ્લેખ કર્યો હતો.
દિલ્હીમાં યોજાએલા એલિફન્ટ પરેડ એક્ઝિબિશન અંગે વાત કરતાં ઉમંગ હઠીસિંહે કહ્યું કે, એશિયામાં સમ્રાટોની સંખ્યા વધે તે માટે એક્ઝિબિશન દ્વારા ચેરિટીનો પ્રયાસ હતો. જેમાં ફાઈબરમાંથી તૈયાર થયેલા હાથીનું સ્ટેચ્યુ મને આપવામાં આવ્યું હતું અને તેની ઉપર આર્ટ વર્ક કરીને મેં એક્ઝિબિશનમાં રજુ કર્યું હતું. પ્રિન્સ ચાર્લ્સના પત્ની કેમિલા ચેરિટી એક્ઝિબિશન સાથે જોડાયેલા છે અને આર્ટ વર્કની હરાજીમાંથી જે રકમ મળે તે એશિયાના હાથીઓના કન્ઝર્વેશન માટે ઉપયોગમાં લેવાય છે.

