A લેવલના રિઝલ્ટના ટોપ ગ્રેડમાં પ્રથમ વખત વધારો

Wednesday 23rd August 2017 06:36 EDT
 

લંડનઃ છેલ્લા છ વર્ષમાં A લેવલના રિઝલ્ટમાં આ વર્ષે એકંદરે ટોપ ગ્રેડમાં પ્રથમ વખત વધારો નોંધાયો છે. આ રિઝલ્ટમાં છોકરીઓ કરતાં છોકરાઓએ A અને A* ગ્રેડ વધારે મેળવ્યા છે. જાહેર થયેલા પરિણામો મુજબ ૨૦૧૬ની સરખામણીમાં A* ગ્રેડમાં અડધા ટકાનો વધારો થયો છે અને તે ૨૬.૩ ટકા રહ્યું છે. ૨૬.૬ ટકા છોકરાઓ અને ૨૬.૧ ટકા છોકરીઓએ A અને A* ગ્રેડ મેળવ્યા છે. ગયા વર્ષે ૨૫.૭ ટકા છોકરાઓએ A અને A* ગેર્ડ મેળવ્યા હતા.
વિદ્યાર્થીઓએ આ સમરમાં નવા ક્વોલિફિકેશન્સ માટે ફરિયાદ કરી હતી. તેના માટે ઘણાં વિદ્યાર્થીઓને તૈયારી ઓછી પડી હોવાનું જણાયું હતું. ઈંગ્લેન્ડમાં આ સમરમાં પહેલી વખત સુધારા સાથેના જે વિષયોની પરીક્ષા લેવામાં આવી હતી તેમાં A અને A* ગ્રેડમાં ૨૦૧૬ની સરખામણીમાં ૦.૭ ટકાનો ઘટાડો થયો હતો.
જોકે, સુધારા સાથેના વિષયોમાં ૭.૩ ટકા છોકરીઓને અને ૭ ટકા છોકરાઓને A અને A* ગ્રેડ મળ્યા હતા.


comments powered by Disqus