લંડનઃ મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી રિવ્યુની અન્ડર-૩૫ ઈનોવેટર્સ યાદીમાં માન્ચેસ્ટરના ગ્રેફેન રિસર્ચ ઈન્સ્ટિટ્યુટની રાધા બોયાએ ઈન્વેન્ટર્સની કેટેગરીમાં બીજું સ્થાન મેળવ્યું છે. બોયાને વિશ્વની સૌથી સાંકડી પ્રવાહી ચેનલ વિકસાવવા બદલ એવોર્ડ મળ્યો છે. આ ચેનલ પાણી અને વાયુને અલગ કરી શકે છે. ગ્રેફેનનો ઉપયોગ કરી તેણે આ નેનો ફ્લુઈડીક ચેનલો બનાવી હતી.
પાલો અલ્ટો સ્ટાર્ટઅપ – કોન્ફ્લ્યુઅન્ટ ઈન્ક.ની સહસ્થાપક નેહા નારખેડેને વિઝનરીઝ કેટેગરી હેઠળ એવોર્ડ એનાયત થયો હતો. તેનું સ્ટાર્ટ અપ કંપનીઓ યોગ્ય રીતે તેનો ડેટા જાળવી શકે તે માટે અપાચે કાફ્કા ટૂલ્સ તૈયાર કરે છે. લીંક્ડઈન સાથે એન્જિનિયર તરીકે કામ કરનાર નારખેડે યુઝર ક્લિક્સ અને પ્રોફાઈલ અપડેટ્સ જેવી વસ્તુઓમાંથી ઝડપથી ડેટા પ્રોસેસ કરવા માટે ઓપન સોર્સ પ્લેટફોર્મ વિક્સાવવામાં મદદરૂપ બની હતી. જહોન હોપકિન્સ યુનિવર્સિટીમાં રિસર્ચર તરીકે કાર્યરત સુચી સરિયાને સેપ્સીસ (કોઢ)નું નિદાન થઈ શકે તે માટે ઉપલબ્ધ મેડિકલ ડેટા પર કામ કરવા બદલ 'હ્યુમેનિટેરિયન્સ' કેટેગરીમાં ઈનોવેટર્સ અન્ડર ૩૫ એવોર્ડ એનાયત થયો હતો.
