નવીદિલ્હીઃ આસામ અને ઉત્તર પ્રદેશમાં પૂર સંબંધી દુર્ઘટનામાં ૨૧મીએ વધુ છનાં મોત થયા હતા. પશ્ચિમ બંગાળમાં નદીઓના પાણી ઓસરતાં પૂરની સ્થિતિ જોકે હળવી થઇ છે. ઉત્તર પ્રદેશની સ્થિતિ ગંભીર છે. જયાં મૃત્યુ આંક વધીને ૭૨ થયો છે. ૨૪ જિલ્લાના ૨૦ લાખ લોકો અસરગ્રસ્ત છે અને ૨૬૮૮ ગામડાં પાણીમાં છે. ઉત્તર પ્રદેશમાં સેનાના હેલિકોપ્ટરો, એનડીઆરએફની ટૂકડી બચાવ અને રાહત કાર્યોમાં તૈનાત છે. લગભગ ૪૩૦૦૦ કરતાં વધુ લોકો રાહત છાવણીમાં આશ્રય લઇ રહ્યા છે. નેપાળની નદીઓમાંથી પાણી છોડવાને કારણે ઉત્તર પ્રદેશમાં ભારે પૂર આવ્યા હતા. આસામમાં પૂરમાં વધુ ત્રણ વ્યકિતનાં મોત થયા હતા અને ૧૨ જિલ્લાના અનેક ગામો અસરગ્રસ્ત આસામમાં મૃત્યુ આંક વધીને ૭૦ થયો હતો.

