લંડનઃ કીથ વાઝ તેમના હરિફ અસગર ખાનને ૭૨.૨ ટકા વિરુદ્ધ ૨૭.૮ ટકા મતોથી હરાવીને લેબર પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી (NEC) માં ફરી ચૂંટાયા હતા. વાઝે NECમાં દસ વર્ષ કરતાં વધુ સમય માટે સેવા આપી છે અને NECના ઈતિહાસમાં તેઓ વંશીય મૂળના સૌથી લાંબો સમય કાર્યરત MP બન્યા હતા. તેમની ટર્મ હજુ બે વર્ષ સુધીની છે.
કોર્બિન તરફી કેમ્પેન ગ્રૂપ 'મોમેન્ટમ' દ્વારા લીડ્સના લેબર કાઉન્સિલર અસગર ખાનનો NECમાં બ્લેક એશિયન એન્ડ ઈથનીક માઈનોરિટી (BAME)ના પ્રતિનિધિત્વને સમર્થન આપતો વીડિયો તૈયાર કરાયો હતો.
કીથ વાઝે જણાવ્યું હતું,' લેબર NECમાં ૭૦ ટકા કરતા વધુ મતથી વિજય મળતા મને ખૂબ આનંદ થયો છે અને છેલ્લા એક દાયકાથી હું જે કાર્ય કરું છું તેને આગળ ધપાવીશ. લેબર પાર્ટીની કામગીરી સારી રહી છે. પરંતુ હજુ ઘણું કાર્ય કરવું જોઈએ.

