ચેન્નાઇઃ અમિત શાહે ૨૨ ઓગસ્ટથી શરૂ થનારો પોતાનો ત્રણ દિવસનો તમિલનાડુનો પ્રવાસ રદ કરી દીધો છે. ૯૫ દિવસના રાષ્ટ્રવ્યાપી પ્રવાસ હેઠળ અમિત શાહ તમિલનાડુ જવાના હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય પ્રધાનમંડળમાં થનારા પરિવર્તનને ધ્યાનમાં રાખીને અમિત શાહે દિલ્હીમાં રહેવાનું પસંદ કર્યું છે. પ્રધાનમંડળમાં નીતિશકુમારના પક્ષ જદ(યુ) અને એઆઇએડીએમકેના સાંસદોને પણ સ્થાન અપાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. તમિલનાડુ ભાજપ પ્રમુખ તમિલિસાઇ સૌંદરારાજને જણાવ્યું છે કે અમિત શાહને દિલ્હીમાં એનડીએના મુખ્ય પ્રધાનો સાથે બેઠક કરવાની હોવાથી ત્રણ દિવસનો પ્રવાસ રદ કરાયો છે.

