હેરો ઈન્ડિપેન્ડન્ટ કોલેજ (HIC) બ્રિટિશ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા જવા માટે એક અગ્રણી ચેનલ તરીકે ઉભરી રહી છે.
STEM(સાયન્સ, ટેક્નોલોજી,એન્જિનિયરીંગ અને મેથેમેટિક્સ) સીક્સ્થ ફોર્મ કોલેજના સ્પેશિયાલિસ્ટ અને રજિસ્ટર્ડ UCAS સેન્ટર તરીકે HICવિદ્યાર્થીઓને મેથેમેટિક્સ, ફર્ધર મેથેમેટિક્સ, ઈકોનોમિક્સ, ફિઝીક્સ, કેમીસ્ટ્રી, બાયોલોજી, કોમ્પ્યુટર સાયન્સ, ઈંગ્લિશ, સોશિયોલોજી એન્ડ સાયકોલોજીમાં A લેવલના કોર્સની તૈયારી કરાવે છે અને સંપૂર્ણ શિક્ષણ અને નિયમિત ટેસ્ટ સાથે વિદ્યાર્થીની સફળતા સુનિશ્ચિત થાય તેની તકેદારી રાખે છે.
કોલેજના જણાવ્યા મુજબ બે વર્ષ અગાઉ ગુરુદરન સબેશાન (તસવીરમાં) HIC સાથે જોડાયો ત્યારે તેનું પરિણામ ખૂબ નબળું આવતું હતું. પરંતુ, હાલ તેણે તેની A લેવલની એક્ઝામમાં મેથ્સમાં A* અને ફર્ધર મેથ્સ અને ઈકોનોમિક્સમાં A સાથે પાસ કરી છે. અભ્યાસ દરમિયાન HIC દ્વારા યુનિવર્સિટી કોર્સ સિલેક્શન અને એપ્લિકેશનમાં તેને સતત મદદ અને માર્ગદર્શન અપાયા હતા. વિદ્યાર્થીએ જણાવ્યું હતું,'તે મારી ડ્રિમ યુનિવર્સિટી અને મારો ડ્રિમ કોર્સ છે. '
કોલેજના પ્રવક્તાએ જણાવ્યું હતું,' HICના વિદ્યાર્થીઓએ ૨૦૧૭માં યુનિવર્સિટીમાં આગળ વધવામાં ૧૦૦ ટકા સફળતા હાંસલ કરી છે.'

