લંડનઃ લેબર પક્ષના વડા જેરેમી કોર્બીન દ્વારા શેડો સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર વિમેન એન્ડ ઈક્વોલિટીઝના પદેથી રોધરહામના MP સારા ચેમ્પિયનના બળજબરીપૂર્વક લેવાયેલા રાજીનામાથી બ્રિટનમાં ખળભળાટ મચી ગયો છે. સારા તો અખબારો વર્ષોથી જે લખતા આવ્યા છે તેનો માત્ર પુનરોચ્ચાર કરતા હતા.
રોચડેલ, રોધરહામ અને બ્રિટનના કેટલાક ભાગોમાં આ સમસ્યા છે. વર્ષોથી ખાસ કરીને મુસ્લિમ પુરુષો બિન મુસ્લિમ અને શ્વેત યુવતીઓનું જાતીય શોષણ કરતા આવ્યા છે. આ સમસ્યા હમણાં જ પ્રકાશમાં આવી છે. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે એશિયન પુરુષો તરીકે ઓળખાતા આ લોકો પૈકી ૭૫ ટકા જેટલા પાકિસ્તાની મૂળના હોય છે. તેને લીધે પાકિસ્તાની કોમ્યુનિટીની પ્રતિષ્ઠાને ભારે નુક્સાન થયું છે. ચેમ્પિયને ન્યૂકેસલમાં બળાત્કાર, બાળકો સાથે જાતીય પ્રવૃત્તિ, વેશ્યાવૃત્તિને પ્રોત્સાહન અને બાળકોની હેરાફેરી સહિતના ૯૦ ગુનામાં મોટાભાગના બ્રિટિશમાં જન્મેલા અને પાકિસ્તાની, બાંગ્લાદેશી, ઈરાકી, ભારતીય, ઈરાની અને તુર્કી સમુદાયના ૧૭ પુરુષો અને એક મહિલાને ગુનેગાર ઠેરવાયા તે પછી આ ટિપ્પણી કરી હતી.
લેબરના વડાએ જણાવ્યું હતું કે પાકિસ્તાની પુરુષો શ્વેત યુવતીઓનું જાતીયશોષણ કરે છે તે નિવેદનમાં કોઈ એક ચોક્કસ કોમ્યુનિટીની વાત કરાઈ છે. તેમણે ચેતવણી પણ ઉચ્ચારી હતી કે આ પ્રકારના કેસો દેશભરમાં થાય છે અને કોઈ એક સંસ્કૃતિને અલગ પાડવી જોઈએ નહીં. કોર્બીને રાજીનામુ આપવાનું કહેતા સારાએ આપી દીધું હતું. તે પછી તેમણે અખબારમાં લખેલા લેખમાં રાજકારણીઓએ યુકેમાં પાકિસ્તાની પુરુષો સામેના ગ્રુમીંગના અને જાતીય શોષણના સંખ્યાબંધ કેસોની ચર્ચા કરતા ગભરાવું જોઈએ નહીં.
Yougovએ ૪૯૨૩ લોકોના કરેલા સર્વેમાં ૩૯ ટકાએ ચેમ્પિયને આ મુદ્દાને યોગ્ય રીતે ઉઠાવ્યો હોવાનું અને તેમાં કોઈ બાંધછોડ ન કરવા જણાવ્યું હતું.
મુસ્લિમ પુરુષો અને તેમાં પણ મોટા ભાગના પાકિસ્તાનીઓ દ્વારા શ્વેત અને ઘણી બિન મુસ્લિમ પરંતુ, એશિયન યુવતીઓ અકલ્પનીય રીતે જાતીય દુર્વ્યવહારનો ભોગ બની છે તે ચોક્કસ વિસ્તારના ચેમ્પિયન MP છે. તેમના મતવિસ્તારમાં ૧૯૯૭થી ૨૦૧૩ વચ્ચે અંદાજે ૧,૪૦૦ યુવતીઓ તેનો ભોગ બની હતી. તેના ગુનેગારો મોટાભાગે દક્ષિણ એશિયાઈ મૂળના મુસ્લિમ પુરુષો હતા.

