ડો. હસમુખ શાહને વિઝિટિંગ ફેલોશિપ

Wednesday 24th May 2017 11:13 EDT
 
 

૩૦ વર્ષથી સાઉથ વેલ્સના રહોન્ડા વેલીમાં જીપી તરીકે સેવા આપીને દર્દીઓનો વિશ્વાસ અને માન મેળવનાર ડો. હસમુખભાઈ શાહને સાઉથ વેલ્સ યુનિવર્સિટીના વિઝિટીંગ ફેલોશિપથી સન્માનિત કરાયા છે. ડો. શાહે જીપીની ટ્રેનિંગમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. NHS વેલ્સમાં ઘણી સંસ્થાઓમાં સભ્યપદે રહીને તેમજ જીપીની નિયમિત શૈક્ષણિક બેઠકોના અધ્યક્ષપદે રહીને તેમણે શિક્ષણ અને આરોગ્ય પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેઓ નેશનલ સુશ્રુતા મેગેઝિનના સ્પેશિયલ જનરલ પ્રેક્ટિશનર એડવાઈઝર છે અને બ્રિટિશ જર્નલ ઓફ હેલ્થકેર ઈનોવેશન્સના તંત્રીમંડળના સભ્ય છે. યુકેના ભારતીય ડોક્ટરોની સંસ્થાના વેલ્સ ડીવીસીઓનના મંત્રી તરીકે સેવા બજાવનાર ડો. શાહ વેલ્સ હાર્ટ, હિંદુ કોમ્યુનિટી સેન્ટર, મેગા ફોર્સ-માઈનોરિટી ઓપ્થાલ્મિક કેર અને વેલ ફોર આફ્રિકા સહિતની ઘણી ચેરિટીમાં વિવિધ હોદ્દે સેવા આપી છે.


comments powered by Disqus