નલિયા ગેંગરેપ પીડિતાનું અભી બોલા અભી ફોક

Wednesday 24th May 2017 08:16 EDT
 

અમદાવાદઃ ભૂજની કોર્ટમાં નલિયા ગેંગરેપ કેસની પીડિતાએ ૧૬મીએ ભૂજની કોર્ટમાં એવો દાવો કર્યો હતો કે, એના પર દુષ્કર્મ આચરવાના આરોપમાં પોલીસે જે ૮ આરોપીઓની ધરપકડ કરી હતી એમાંનો આરોપી વસંત ભાનુસાળી એ નથી કે જેણે તેની સાથે દુષ્કર્મ આચર્યું એ વસંત ભાનુસાળી કોઈ બીજો જ છે. પીડિતાએ સોગંદનામામાં એવો પણ દાવો કર્યો હતો કે વસંત કરશનદાસ ભાનુસાળીની પોલીસે ૧૨ ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરી હતી. એ ગાંધીધામનો વતની છે અને એના પર દુષ્કર્મ આચરનારો વસંત આદિપુરનો છે. જોકે, કોર્ટે ૧૮મીએ વસંતની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે એ પણ ધ્યાન પર લીધું કે અગાઉ પીડિતાએ આજ વસંતને પોલીસ સમક્ષ ઓળખી બતાવ્યો હતો. હવે કચ્છ પોલીસ આ સોગંદનામાને કારણે પીડિતાને સાણસામાં લેવાની તૈયારીમાં છે.


comments powered by Disqus