પોરબંદરઃ પોરબંદર જિલ્લાનાં રાણાકંડોરણા નજીક આવેલા નેરાણા ગામમાં સર્વધર્મ અને સર્વ જ્ઞાતિના યુવક-યુવતીઓના સમૂહલગ્નનું ભવ્યાતિભવ્ય આયોજન રવિવાર ૨૧મી મેએ સોનલધામમાં થયું હતું. આ સમૂહલગ્નના કાર્યક્રમમાં ૩૦૦૦થી વધુ સ્વયંસેવકો સ્વયભૂં રીતે જોડાયા હતા.
રાણાવાવ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને નવયુગ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ સામતભાઈ ગોગનભાઈ ઓડેદરા તથા તેના પરિવાર દ્વારા આ સર્વજ્ઞાતિ અને સર્વધર્મ સમૂહલગ્નોત્સવનું આયોજન કરાયું છે. સોનલ આઈ માતાના મંદિર પાસે યોજાયેલા આ સમૂહલગ્નોત્સવમાં દરેક નવવધૂને વાસણથી માંડીને ફર્નિચર ટ્રક ભરીને કરિયાવાર અપાયું હતું. દીકરીઓને આણામાં ૪૦થી વધુ કિંમતી વસ્તુઓ અપાઈ હતી. આ લગ્નમાં આવનારી જાનમાં જે વરરાજાનો પરિવાર સૌથી વધુ વ્યક્તિઓને જાનમાં લાવ્યો તેનું જાહેર સન્માન પણ કરાયું અને પુરસ્કાર પણ અપાયો હતો. જ્યારે બીજી બાજુ, વેરાવળ આહીર યુવા સંગઠન દ્વારા બીજા સમૂહ લગ્નોત્સવનું આયોજન ૧૯મીએ થયું હતું. જેમાં ૧૮ નવદપંતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. નેરાણામાં યોજાયેલો આ કાર્યક્રમ સામતભાઈની મહેનતથી યોજાયો છે તેની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધ લેવા ગિનિસ બુકની ટીમ આ સમૂહલગ્નોત્સવમાં હાજ રહી હતી અને શક્ય છે કે આ સમૂહલગ્ન ગિનિસ બુકમાં નોંધાશે.
