સુરતઃ નોટબંધી બાદ જૂની નોટોને સગેવગે કરવાના કૌભાંડ સહિત અનેક કાંડમાં સંડોવાયેલા કિશોર ભજિયાવાલાના કેસમાં રૂ. ૩૫૦ કરોડનો કેસ હાલમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીને મોકલવામાં આવ્યો છે. આઈટી દ્વારા ભજિયાવાલાને સ્ટેટમેન્ટ માટે દસ જેટલા રિમાઈન્ડર લેટર મોકલ્યા હોવા છતાં ભજિયાવાલા હાજર થયા નથી. તેથી આ નિર્ણય લેવાયો છે. દરમિયાન આઈટી દ્વારા હવે નિયમ પ્રમાણે ભજિયાવાલાના નિવાસસ્થાને જઈને તેનું સ્ટેટમેન્ટ લેવાશે. ભજિયાવાલાના જેલના સળિયા ગણતા પુત્ર જિજ્ઞેશે આ તમામ ગેરરીતિ આચરી હોવાની વાત કરાઈ રહી છે. અલબત્ત હાલમાં આ મામલે ભજિયાવાલાની તપાસમાં આ પરિવાર દ્વારા કોઈપણ પ્રકારે સહકાર ન આપવામાં આવતા ભજિયાવાલા પરિવાર સામે કડક પગલાં લેવા ઈડી વિચારે છે.
