શામળાજીઃ સેન્ટ્રલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓએ શામળાજી નજીક ખાનગી લક્ઝરી બસને અટકાવીને તેમાંથી બે ડ્રગ્સ એજન્ટ કરીમ હયાત (૬૧) અને અજય પાંડુરંગ (૨૩)ની ધરપકડ કરી છે. બંને પાસેથી અંદાજિત રૂ. ૧.૫ કરોડની કિંમતનો ૧૪.૮૮૪ કિલો કાશ્મીરી ચરસનો જથ્થો ૨૦મી મેએ મળ્યો હતો. એનસીબીએ કહ્યું કે,, કાશ્મીરી ચરસની હેરાફેરી અંગે મળેલી બાતમીના આધારે રાજસ્થાન તરફથી આવી રહેલી બસને શામળાજી પાસે અટકાવાઈ હતી. ધરપકડ કરાયેલા બે પૈકી અજયે ઝડપી નાણા કમાવવાની લાલચમાં ડ્રગ્સની હેરાફેરીના ધંધામાં આવ્યો હોવાની કબૂલાત કરી હતી.
