લજ્જા ગોસ્વામીનું નિશાન હવે ‘ઓલિમ્પિક ૨૦૨૦’

Wednesday 24th May 2017 08:21 EDT
 
 

આણંદઃ ‘ઓલિમ્પિક ૨૦૨૦’ના નિશાનને તાકવા આણંદની શૂટર લજ્જા ગોસ્વામી સજ્જ છે. તાજેતરમાં જર્મનીમાં ઇન્ટરનેશનલ કોચ લાઝલો સ્કઝક દ્વારા લજ્જાને શૂટિંગની વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તેની ટ્રેનિંગ માટે રૂ. ૮.૫ લાખનું બજેટ ફાળવવામાં આવ્યું છે. ટ્રેનિંગ દરમિયાન જર્મનીના હેનોવરમાં યોજાયેલી ઇન્ટરનેશનલ શૂટિંગ કમ્પિટીશનમાં લજ્જા સહિત ભારતીય મહિલા ટીમે ૧૦ મીટર એર રાયફલ શૂટિંગમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.
લજ્જાના પિતા તિલકગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતે લજ્જા માટે સ્પેશિયલ ટ્રેનિંગ સ્પોન્સર કરી છે. તે ગર્વની વાત છે. કોમનવેલ્થ ગેમ્સ સહિત અનેક ઇન્ટરનેશનલ સ્પર્ધામાં મેડલ મેળવીને લજ્જાનું હવેનું નિશાન ઓલિમ્પિક ૨૦૨૦માં સિદ્ધિ હાંસલ કરવાનું છે. જેના માટે ક્વોલિફાઇડ થવા સાથે મેડલ મેળવવાના સપનાંને સાકાર કરવા તેણે અત્યારથી તૈયારીઓ શરૂ કરી છે.
હેનોવરમાં સિલ્વર મેડલ
જર્મનીના હેનોવરમાં યોજાયેલી ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પર્ધામાં ૧૦ મીટર એર રાયફલ વુમનની ટીમ ઇવેન્ટમાં ભારતીય ટીમમાં અંજુમ મોગગિલ, આયોનિક પાઉલ અને લજ્જા ગોસ્વામીએ સિલ્વર મેડલ મેળવ્યો હતો.


comments powered by Disqus