વિદ્યાર્થીઓએ ચાલતી ગાડીએ ટાયર ફાટે નહીં તેવી સિસ્ટમ વિકસાવી

Wednesday 24th May 2017 08:26 EDT
 
 

ગાંધીધામઃ તોલાણી ફાઉન્ડેશન ગાંધીધામ પોલિટેકનિક કોલેજના મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ ઓમકાર જાટાણી, મહેશ છાંગા, સચિન ડાંગર અને વૈભવ પટેલે ઓટોમેટિક ટાયર ઇન્ફલેશન સિસ્ટમ (એટીઆઇએસ) વિકસાવી છે. આ પદ્ધતિથી ચાલતી ગાડીમાં ટાયરનું પ્રેશર જળવાઇ રહે છે અને ટાયર ફાટવાના લીધે થતા અકસ્માતોને ટાળી શકાય છે.
કોલેજના પ્રિન્સિપાલ વેંકટેશ્વરલુએ આ સંશોધન વિશે માહિતી આપતાં કહ્યું કે, ચાલતી ગાડીમાં ટાયરનું પ્રેશર જળવાઇ રહે તે માટે અલગ અલગ સેન્સર અને રોટરી જોઇન્ટની મદદથી આ પદ્ધતિ વિકસાવવામાં આવી છે. ચારેય વિદ્યાર્થીઓએ સતત એક વર્ષ સુધી મહેનત કરીને આ સિસ્ટમ વિકસાવી છે. આ સિસ્ટમના પેટન્ટ ફાઇલ કરવાનો નિર્ણય પણ લેવાયો છે. વડા પ્રધાનના પ્રોજેક્ટ ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ હેઠળ આ સિસ્ટમને ખૂબ જ સારી રીતે વિકસાવી શકાય તેમ હોવાનું કોલેજના પ્રિન્સિપાલે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ હજી પણ આ પ્રોજેક્ટમાં વધુ સંશોધન કરવા માટે પ્રતિબદ્ધ છે.


comments powered by Disqus