નવસારીઃ ગુજરાતના વીર શહીદ સૈનિકોના પરિવારના લાભાર્થે તાજેતરમાં રામકથાનું આયોજન નવસારીમાં કરાયું હતું. રામકથાની પૂર્ણાહુતિના દિને ૨૨મીએ હનુમંત સેવા ટ્રસ્ટ વિજલપોર દ્વારા વેદાંતાચાર્ય ડો. દિલીપજી મહારાજના હસ્તે આશરે ૧૧ શહીદોનાં પરિવારોને રૂ. ૭૫-૭૫ હજારની રકમ એનાયત થઈ હતી. આ પ્રસંગે હાજર દક્ષિણ ગુજરાતના પી. પી. સવાણી ગ્રૂપના મોભી મહેશભાઈ સવાણીએ કહ્યું હતું કે, દેશનાં મંદિરોની દાનપેટીમાં થતી આવક શહિદ સૈનિકોના પરિવારને મળે તેવો વિધેયક સરકારે પસાર કરવો જોઈએ. પૂ મોરારિબાપુના વ્યાસસ્થાને સુરતમાં રામકથા યોજીને આ હેતુથી રૂ. ૧૦૦ કરોડ એકત્ર કરવાનું આયોજન થઈ રહ્યાનું પણ સવાણીએ જણાવ્યું હતું.
