છગને મગનને પૂછ્યુંઃ મા અને પત્ની વચ્ચે શું ફરક છે?
મગનઃ મા બોલતાં શીખવાડે છે અને પત્ની ચૂપ રહેતાં.
•
તાજેતરમાં જ એક રિસર્ચથી જાણવા મળ્યું છે કે, પત્ની સાથે વાત કરવાથી ટેન્શન ઓછું થાય છે. હાર્ટ એટેકની શક્યતા ૮૦ ટકા સુધીની ઘટે છે. માઇન્ડ ૯૦ ટકા સુધી રિલેક્સ થાય છે. સ્ટ્રેસ લેવલ ૯૫ ટકા સુધી નોર્મલ બની જાય છે શરત માત્ર એટલી જ કે, પત્ની પોતાની ના હોવી જોઈએ.
•
પત્નીઃ તમે મને કેટલો પ્રેમ કરો છો?
પતિઃ શાહજહાં જેટલો...
પત્નીઃ તો પછી મારા મૃત્યુ પછી તમે પણ મારી યાદમાં તાજમહલ બંધાવશો?પતિઃ અરે ગાંડી, મેં તો એ માટે પ્લોટ પણ લઈ રાખ્યો છે. મોડું તો તું કરી રહી છે.
•
પપ્પુઃ ડોક્ટરસાહેબ, આ નામની દવા આખા શહેરમાં ક્યાંય નથી મળતી.
ડોક્ટર (પ્રિસ્ક્રિપ્શન વાંચીને)ઃ ન જ મળે ને... હું દવા લખવાની જ ભૂલી ગયો છું. આ તો મારી સિગ્નેચર છે.
•
OLXનો માલિક હજુય બેભાન છે...
કારણે કે એક કંજૂસે પોતાનું ૨૦૧૬નું કેલેન્ડર OLX પર વેચવા કાઢ્યું છે અને કહે છે અહીં બધું જ વેચાય છે, હવે વેચી બતાવો!
•
જો કોઈ છોકરી તમને તરછોડે તો... સૌથી પહેલાં શહેરના સૌથી ઊંચા ટાવર પર ચઢી જાઓ, પછી નીચે જૂઓ અને... વિચારો, આવડું મોટું શહેર છે, તું નહીં તો તારી બહેન મળી જશે... નીચે ઉતરો અને કામ-ધંધે લાગી જાઓ.
•
વડીલો આપણને વરસોથી કહેતા રહ્યા છે કે જમવામાં એક હાથે ખાવાની ટેવ પાડો...
... કારણ કે એમને ખબર હતી કે ભવિષ્યમાં બીજો હાથ મોબાઈલ માટે જોઈશે!
•
એક ભેંસ જંગલમાં ડરેલી, ગભરાયેલી ભાગી રહી હતી.
ઉંદરે પૂછ્યુંઃ કેમ આટલી બધી દોડે છે?
ભેંસ: પોલીસ જંગલમાં હાથી પકડવા આવી છે.
ઉંદર: પણ તું તો ભેંસ છે ને!
ભેંસ: હા, પણ આ તો ઈન્ડિયા છે, બકા! અહીં પકડાઈ ગઈ તો કોર્ટમાં એ સાબિત કરતાં ૨૦ વરસ લાગી જશે કે હું હાથી નહિ, ભેંસ છું!
ભેંસનો જવાબ સાંભળીને ઉંદર પણ ભાગવા લાગ્યો!
•
લગ્ન શું છે?
લગ્ન એ વીજળીના બે તારનું મિલન છે. જો બરાબર જોડાય તો પ્રકાશ આપે અને ઊંધા જોડાઈ જાય તો તણખા ઝરે.
•
સસરાઃ તમે દારૂ પીઓ છો એ વાત તમે મારી છોકરી સાથે લગ્ન કરતાં પહેલાં કહી કેમ નહોતી?
જમાઈઃ તમારી છોકરી બહુ લોહી પીવે છે એ વાત કહી હતી તમે મને?
•
દાદી પ્રપૌત્ર પાસે ગાર્ડનમાં બેઠા હતા ત્યારે સામે અમુક છોકરીઓને જોઈને બોલ્યાઃ અરે જલ્દી એમ્બ્યુલન્સ બોલાવ... લાગે છે કે છોકરીઓને લકવાનો હુમલો થયો છે. જો કેવી રીતે એક હાથ ઉપર છે અને બીજીનો નીચે છે, અને મોં પણ મચકોડાઈ રહ્યું હોય તેમ લાગે છે.
પ્રપૌત્રઃ અરે દાદી, લકવો નથી થયો, એ તો મોબાઇમાં સેલ્ફી પાડી રહ્યા છે.
