હવે પૈસા આપો અને ચંદ્ર પર તમારા નામની તકતી લગાવો

Wednesday 25th January 2017 05:37 EST
 

બેંગ્લૂરુઃ હવે પૈસા ચૂકવીને ભારતીયોને તેમનાં નામની તકતી ચંદ્ર પર મૂકવાની તક સાંપડી છે. સ્પેસ સ્ટાર્ટઅપ ટીમઇન્ડસ દ્વારા લોકોની પાસેથી નાનાં કદની એલ્યુમિનિયમની પટ્ટીમાં સૂક્ષ્મ રીતે કોતરેલા નામો મેળવાય છે, જ્યારે તેમનું લેન્ડર ચંદ્ર પર ઉતરાણ કરશે ત્યારે આ નામોની તકતીઓ ચંદ્ર પર મૂકાશે. નામની તકતી મૂકવા માટેની કિંમત વ્યક્તિ દીઠ રૂ. ૫૦૦ છે. વર્ષની ૨૮મી ડિસેમ્બરે પીએસએલવી રોકેટ દ્વારા આયોજિત આ મિશન પૃથ્વીથી ૩.૮૪ લાખ કિલોમીટરની મુસાફરી કરીને ૨૬મી જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ચંદ્ર પર ઉતરાણ કરશે. તે રોબોટિક રોવર છે, જે ફોટોગ્રાફ્સ અને વીડિયો પરત મોકલશે. બેંગ્લૂરુની સ્ટાર્ટઅપ કંપનીનાં માર્કેટિંગ અને આઉટરિચના હેડ શિલિકા રવિશંકર અને જેદી માસ્ટર કહે છે કે, નામની તકતી મૂકવાની આ યોજના તેમના ક્રાઉડ ફન્ડિંગ માટેના પ્રયાસોના ભાગરૂપ છે. મરે ઇમ્બ્રિયમ નામના સૂર્યપ્રકાશવાળા લુનર બેલી પરના વિશાળ ધૂળિયા મેદાન પર આ લુનરક્રાફ્ટ લેન્ડિંગ કરશે. ભવિષ્યમાં લોકો ચંદ્ર પર મુસાફરી કરવાનું શરૂ કરશે તેઓ આ બોક્સને જોઈ શકશે અને વડવાઓનાં નામો શોધી શકશે.


comments powered by Disqus