BAPS દ્વારા અંગદાન વિશે લોકજાગૃતિ કેળવવા કોન્ફરન્સ

Wednesday 25th October 2017 06:18 EDT
 

લંડનઃ BAPS સ્વામિનારાયણ સંસ્થા હિંદુઓમાં અંગદાન વિશે જાગૃતિ કેળવવાના પ્રોજેક્ટનું નેતૃત્વ સંભાળી રહી છે. આ પ્રોજેક્ટને NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ (NHSBT) દ્વારા આર્થિક સહાય પૂરી પડાય છે. તે અંગે BAPS સ્વામિનારાયણ મંદિર, લંડન (નીસડન મંદિર) ખાતે તા.૨૮-૧૦-૧૭ ને શનિવારે બપોરે ૧૨ વાગે કોન્ફરન્સનું આયોજન કરાયું છે.   
અંગદાનથી કોઈનું જીવન બચાવી શકાય છે અથવા તેના જીવનમાં પરિવર્તન લાવી શકાય છે. અંગદાન બે રીતે થઈ શકે છે. વ્યક્તિ જીવતા કરે તે લીવીંગ ડોનેશન અને બીજું મૃત્યુ પછીનું અંગદાન. કોન્ફરન્સમાં દર્દીઓ, પરિવારો, તબીબી નિષ્ણાતો, ટ્રાન્સપ્લાન્ટ ટીમો અને હિંદુ ધર્મના વડાઓ ભાગ લેશે અને વ્યવહારિક માર્ગદર્શન પૂરું પાડશે. પેનલ ડિસ્કશનમાં હિંદુ ધાર્મિક કોમ્યુનિટીઓના પ્રતિનિધિઓ અને તબીબી નિષ્ણાતો અંગદાન વિશેની ખોટી માન્યતાઓને દૂર કરીને સંભવિત ડોનરોને અંગદાન માટે પ્રોત્સાહિત કરશે.  
BAPS સંસ્થા ૨૦૧૧થી એશિયનો અને હિંદુઓ અંગદાન માટે નોંધણી કરાવે તે માટે યુકેમાં અભિયાન ચલાવી રહી છે. વધુ માહિતી માટે http://londonmandir.baps.org/forthcoming-events/living-organ-donation/ વેબસાઈટની મુલાકાત લેવી.  


comments powered by Disqus