અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીએપીએસના ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરનાં રજત જયંતી મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. તેઓ બીજી નવેમ્બરે સાંજે ૬થી ૮માં મોદી હરિભક્તોને સંબોધન કરશે. આ પ્રસંગે બીએપીએસ સંસ્થાના વડા સહિતના પ્રમુખ સંતો પણ અક્ષરધામ મંદિરમાં હશે. ગાંધીનગર અક્ષરધામ મંદિરને ૨૫ વર્ષ પૂર્ણ થયા હોઈ તેનો રજત જયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી મહંતસ્વામી મહારાજની હાજરીમાં થશે.

