મુંબઈઃ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. એક ચર્ચા મુજબ દાઉદને હાલમાં વેન્ટિલેટર પર છે. થોડા વખત પહેલાં ડોનને પેરેલિસિસનો એટેક આવ્યો હતો અને અડધું શરીર જકડાઈ ગયું હતું. જોકે ત્યાર બાદ તેને બ્રેઈનટયૂમર પણ થયું હોવાનું નિદાન થતાં તેના પર ઓપરેશન કરવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ આ ઓપરેશન નિષ્ફળ જતાં તેની હાલત નાજુક થઈ હતી જેને કારણે હાલમાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. આ ઘટનાને કારણે અંડરવર્લ્ડ જગતમાં સન્નાટો વ્યાપી ગયો છે, પરંતુ પાકિસ્તાનમાં છુપાયેલા દાઉદની જો આ વાત બહાર આવે તો તેના ઘેરા પ્રત્યાઘાત પડે આથી જ હાલમાં દાઉદનો વિશ્વાસુ છોટા શકીલ તેની સારસંભાળ લઈ રહ્યો છે તેમ જ દાઉદનો ભાઈ પણ તેની સાથે છે અને તેની સારવાર માટે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ પણ તમામ પ્રયત્ન કરી રહી છે.
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની આજે પણ ભારતના ગુનેગારી આલમમાં એટલી જ પકડ છે. તેનો હરીફ છોટા રાજન હાલમાં તિહાર જેલમાં બંધ છે.

