છોકરો જો શર્ટ પહેરીને અરીસા સામે ફરકે તો સમજવું નવો-નવો પ્રેમ થયો છે... અને શર્ટ વગર ફરકે તો સમજવું નવું-નવું જીમ જોઈન કર્યું છે.
•
લગ્ન પહેલાંઃ બહુ બગડી ગયો છે. લગ્ન પછી બૈરી આવીને જ સુધારશે તને તો...
લગ્ન પછીઃ પહેલાં તો અમારી વાત સાંભળતો હતો, હવે તો બૈરીનો ગુલામ બની ગયો છે.
•
રમેશઃ લગ્ન એટલે શું?
પરેશઃ લગ્ન એટલે એ એક એવું બંધન છે જેમાં પતિ-પત્ની સાથે મળી એવી સમસ્યા ઉકેલવાનો અથાગ પ્રયાસ કરે છે જે સમસ્યા વાસ્તવમાં ક્યારેય હતી જ નહીં.
•
છોકરો: ડુ યુ લવ મી?
છોકરી: યુ સી એવું છે કે...
છોકરો: ઉફ્ફ્, કાં તો હા કહે, કાં ના પાડ પણ પ્લીઝ ગવર્ન્મેન્ટની જેમ બિહેવ કર!
•
નટુ અરીસા સામે ઊભો રહીને વિચારતો હતો : ‘યાર આ માણસને મેં ક્યાંક જોયો છે. યાદ નથી આવતું ક્યાં જોયો છે?’
એક કલાક પછી એને યાદ આવ્યું: ‘ઓ ત્તારી! આ તો એ જ છે જે મારી સામે બેસીને વાળ કપાવતો હતો!'
•
બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડના ઘરે નાસ્તો કરી રહ્યો હતો.
બોયફ્રેન્ડઃ ડિયર, તારો કૂતરો મારી સામે ધારી ધારીને કેમ જોઈ રહ્યો છે?
ગર્લફ્રેન્ડઃ તું ઝટપટ નાસ્તો પુરો કર. મારો ડોગી એની પ્લેટને ઓળખી ગયો લાગે છે!
•
નારીઓમાં અદભૂત શક્તિઓ હોય છે. એ પોતાના પતિના શર્ટ પર ચોંટેલો વાળ ૨૦ મીટર દૂરથી જોઈ શકે છે. પણ કારને પાર્ક કરતી વખતે ૨ ફૂટ દૂર ઊભેલો થાંભલો એમને નથી દેખાતો!
•
એકઝામ વખતે સૌથી ફની સીન ક્યારે થાય છે? જ્યારે તમને કશું આવડતું ન હોય અને તમે ફાંફા મારતા હો ત્યારે એક્ઝામિનર આવીને કહેઃ ‘સીધો બેસ, પાછળવાળો તારામાં જુએ છે...!’
•
છોકરોઃ આઇ ફેલ ઇન લવ, ધ મોમેન્ટ આઇ સો યોર મેસ્મેરાઇઝીંગ આઇઝ એન્ડ હિપ્નોટાઇઝીંગ પર્સનાલીટી...
છોકરીઃ ગુજરાતી બોલને... મને ઇંગ્લિશ નથી આવડતું.
છોકરોઃ આજે કદાચ માવઠું થાય એવું લાગે છે, નહીં બેન?
•
પાગલિસ્તાનમાં એક ટ્રેન એક્સિડન્ટમાં ૧૦૦ જણા મરી ગયા! નવાઈની વાત એ હતી કે એક બચી ગયો હતો. પત્રકારે એને પૂછયું, ‘આ બધું શી રીતે થયું’ પેલાએ કહ્યું ‘જેવું એનાઉન્સમેન્ટ થયું કે પાગલ એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર બે ઉપર આવશે કે તરત બધા પાગલો ગભરાઈ ગયા! જીવ બચાવવા માટે પાગલો પ્લેટફોર્મ પરથી ઉતરી ઉતરીને પાટા પર જતા રહ્યા! અને સાલી ટ્રેન તો પ્લેટફોર્મને બદલે પાટા પર જ આવી... આમાં એક્સિડેન્ટ થઈ ગયો.
‘અચ્છા, તો તમે શી રીતે બચી ગયા શું તમે પાગલિસ્તાનના રહેવાસી નથી?’
‘અરે નહિ! હું તો આપઘાત કરવા આવેલો. એનાઉન્સમેન્ટ સાંભળીને હું પાટા પરથી ઊઠીને પ્લેટફોર્મ પર સૂઈ ગયો હતો!’
