નવી દિલ્હીઃ અમેરિકાના ‘ટાઈમ’ મેગેઝીને દુનિયાના ૧૦૦ સૌથી પ્રભાવશાળી લોકોનું લિસ્ટ પ્રસિદ્ધ કર્યું છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્માના નામનો સમાવેશ થાય છે. યાદીમાં માત્ર બે ભારતીયોને જગ્યા મળી છે. આ ઉપરાંત યાદીમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન અને બ્રિટનના વડા પ્રધાન થેરેસા પણ છે. મોદી અગાઉ ‘ટાઈમ’ના ‘પર્સન ઓફ ધ યર’ની દોડમાં સામેલ હતા, પરંતુ રીડર્સ પોલ સર્વેમાં ઓછામાં ઓછા જરૂરી ‘યસ’ વોટ મેળવી શક્યા નહોતા. અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ મેગેઝીન માટે તેમનું પ્રોફાઈલ લખ્યું છે. અમેરિકાના વર્તમાન પ્રમુખ ટ્રમ્પની સતત બીજી વખત પર્સન ઓફ ધ યર તરીકે પસંદગી થઈ છે. યાદીમાં ટ્રમ્પ ઉપરાંત તેમના પુત્રી ઈવાન્કા ટ્રમ્પ અને તેમના પતિ જેયર્ડ કુશનર, પોપ ફ્રાન્સિસ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને નોર્થ કોરિયાના લીડર કિમ જોંગ ઉનનો પણ સમાવેશ થાય છે.

