ચીંકી: અરે વાહ, તારી પાસે તો નવી કાર, નવાં કપડાં અને નવાં ઘરેણાં પણ આવી ગયાં ને. તારા પતિએ નોકરી બદલી કે શું?
પીંકી: ના, મેં પતિ બદલ્યો.
•
એક મહિલા ચાર રસ્તે સિગ્નલ પર ઊભી હતી ત્યાં ભિખારી આવતાં તેણે તેને ૫ રૂપિયા આપ્યા.
ભિખારી: મેડમ આ તો મારી સાથે અન્યાય કહેવાય.
મહિલા: કેમ આવું બોલે છે?
ભિખારી: પહેલાંની સિગ્નલ પરના ભિખારીને તો તમે ૧૦ રૂપિયા આપ્યા હતા.
મહિલા: તને કેવી રીતે ખબર પડી.
ભિખારી: હમણાં વોટ્સએપમાં અમારા ભિખારી ગ્રૂપમાં તેણે મેસેજ છોડ્યો હતો.
•
શિક્ષકઃ રાવણ પાસે એવી કઈ કળા હતી કે જે બીજા કોઈ માણસ પાસે નહોતી.
ચોંટુઃ રાવણ એકલો જ સમૂહ ગીત ગાઈ શકતો.
•
પિતાઃ મોટી થઈને શું કરીશ બેટા?
દીકરીઃ મા બનીશ, નોકરી કરીશ, ભણીશ, લગ્ન કરીશ.
પિતાઃ બહુ સરસ બેટા, પણ સિક્વન્સનું થોડું ધ્યાન રાખજે.
•
કેટલાક લોકો રાત્રે એટલે ઊંઘી નથી શકતા કે, તેમને અનિંદ્રાની બીમારી હોય છે.
પરંતુ હું એટલે નથી સૂઈ શકતો કારણ કે મને બાજુવાળાના વાઇફાઈનો પાસવર્ડ મળી ગયો છે.
•
એક છોકરી કિડનેપ થઈ.
એને હવે ટેન્શન એક જ વાતનું હતું.
મારાં મમ્મી-પપ્પા પોલીસને મારો મેક-અપ વગરનો ફોટો આપી ના દે તો સારું.
•
મા બેટાને પૂછે છેઃ સફરજન ખાવું છે?
પુત્રઃ ના, નથી ખાવું.
માઃ બેટા કેરી ખાવી છે?
પુત્રઃ ના, મારે નથી ખાવી.
માઃ બેટા નારંગી ખાવી છે.
પુત્રઃ ના, મમ્મી નથી ખાવી.
માઃ એકદમ તારા બાપા પર ગયો છે, તું ચપ્પલ જ ખાઈશ.
•
માના આંસુ અને પત્નીના આંસુ વચ્ચે શું તફાવત હોય છે? માના આંસુની અસર તમારા દિલ ઉપર થાય, જ્યારે પત્નીના આંસુની અસર તમારા પાકીટ ઉપર થાય.
•
પત્નીઃ આ ફેસબુક પર તમે શાયરીઓ લખો છો કે ‘તારી ઝૂલ્ફો એટલે રેશમની દોર..’ તે એવું બધું કોના માટે લખો છો?
પતિઃ તારા માટે જ હોય ને, ગાંડી...
પત્નીઃ તો પછી એ જ રેશમની દોર જમતી વખતે દાળમાં આવી જાય તો દેકારા શેના કરો છો ?
•
નટુએ લગ્નના પહેલા જ દિવસે પત્નીને પ્રભાવિત કરવા માટે અંગ્રેજી પેપર દેખાડતાંઃ જો તો ખરી કાર કેવી ઊંધી વળી ગઈ છે.
પત્નીઃ કાર ઊંધી વળી નથી, તમે પેપર ઊંધું પકડ્યું છે!
•
રમેશઃ ‘એના અચાનક મૃત્યુનું કંઈક કારણ.’
પરેશઃ ‘હા, એ ભૂલકણો હતો. સંભવ છે કે શ્વાસ લેવાનું ભૂલી ગયો હોય...’
•
પત્નીઃ મેં ઉપર વાળા કામ માટે નોકર રાખી લીધો છે.
પતિઃ ‘નોકર રાખવો છે, તો તારા માટે રાખ. ઉપરવાળાઓ જોડે આપણે શી લેવા-દેવા.’
•
