પોરબંદરઃ જિલ્લાના ગરેજ ગામનાં વતની અને છેલ્લા આઠ વર્ષથી ઇઝરાયલમાં સ્થાયી થયેલા ભીમભાઈ મોઢવાડિયાએ પોતાના જ ગળામાં ચાકુના ઘા મારીને જીવન ટૂંકાવી લેતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
જોકે, યુવાને જાતે જીવન ટૂંકાવ્યું હોવાની વાત સ્વીકારવા પરિવારજનો તૈયાર નથી. હાલ તો પરિવારજનોએ ભારતીય દૂતાવાસ મારફતે મૃતદેહને વતન પરત લાવવાની તજવીજ હાથ ધરી છે.
