યોગેશ ગઢવીને સંગીત નાટ્ય અકાદમી એવોર્ડ

Sunday 04th June 2017 10:41 EDT
 
 

અમદાવાદઃ લોકસંગીત ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન બદલ નવી દિલ્હી સ્થિત સંગીત-નાટ્ય અકાદમી દ્વારા ગુજરાતના જાણીતા લોકકલાકાર યોગેશ ગઢવીની રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી થઇ છે. અકાદમી દ્વારા  કળા ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન આપનાર ૪૩ કલાકારોની પસંદગી કરાઇ છે. જેમાંથી યોગેશભાઈની લોકસાહિત્ય અને જાહેર મંચ મારફતે સમાજને રાહ ચીંધવાના ભગીરથ કાર્ય બદલ એવોર્ડ માટે પસંદગી થઇ છે. 


comments powered by Disqus