હળવે હૈયે...

જોક્સ

Wednesday 31st May 2017 06:55 EDT
 

પ્રધાન નટુએ કાર બનાવતા એક કારખાનાની મુલાકાત લીધી. કારખાનાના મેનેજર ગટુએ તેમને આખું કારખાનું બતાવ્યું અને પછી પ્રધાન નટુને એક કાર મફત આપવાની ઓફર કરી. એટલે પ્રધાન નટુએ કહ્યું, ‘ના, ના, મફતમાં મારાથી કશું લઈ શકાય નહીં.’
એટલે મેનેજર ગટુએ રસ્તો કાઢ્યો, ‘જો એવું હોય તો હું તમને પાંચસો રૂપિયામાં એક કાર વેચીશ.’
આ સાંભળતા પ્રધાન નટુએ તરત જ ખિસ્સામાંથી બે હજાર રૂપિયાની નોટ કાઢીને મેનેજરને આપતાં કહ્યું, ‘જો એવું હોય તો હું ચાર કાર ખરીદું છું.’

નટુ (પુત્ર ગટુને) બેવકૂફ, તારી મમ્મીને ધમકાવવાની તે હિંમત કેવી રીતે કરી?
ગટુઃ પપ્પા, મારી ઇર્ષ્યા ના કરો, કારણ કે તમે એ કરી શકો એમ નથી.

ડોક્ટર નટુ (દર્દી ગટુને)ઃ ભાઈ, જાગો.
દર્દી ગટુઃ શું થયું ડોક્ટર સાહેબ?
ડોક્ટર નટુઃ કશું નહીં. હું તને ઊંઘવાની ગોળીઓ આપવાનું ભૂલી ગયો હતો.

નટુએ તેની લગ્નતિથિ નિમિત્તે તેની પત્ની માટે સોનાની વીંટી ખરીદી. આ જોઈને તેના મિત્ર ગટુએ તેને પૂછયું, ‘તારી પત્નીને તો કાર જોઈતી હતી તો તેં વીંટી શા માટે ખરીદી?’
નટુએ જવાબ આપ્યો, ‘દોસ્ત, તારી વાત સાચી છે કે મારી પત્નીને કાર જોઈએ છે, પરંતુ નકલી કાર શોધવા હું ક્યાં જાઉં?’

નટુ અને ગટુ જેલ તોડીને ભાગ્યા અને રેલવે સ્ટેશન પર પડેલા બે થેલામાં ઘૂસી ગયા. ત્યાંથી પસાર થતા હવાલદારને આ થેલા હલતા જોઈને શંકા ગઈ. આથી તેણે એક થેલા પર ડંડો માર્યો. ડંડો વાગતા નટુએ બૂમ પાડી, ‘કૂકડે કૂ.’
હવાલદારે ચાલતા ચાલતા બીજા થેલા પર ડંડો માર્યો એટલે થેલામાંથી ગટુએ બૂમ પાડી, ‘અરે ભાઈ, મારા થેલામાં તો બટાકા ભર્યા છે.’

ડોક્ટર નટુ હોસ્પિટલમાં તેમના એક દર્દી ગટુને તપાસતા હતા. ગટુના બન્ને હાથમાં ઓપરેશન કરવું પડ્યું હતું. ગટુએ ડોક્ટરને પૂછયું, ‘ડોક્ટર, મારા હાથ પરથી આ પાટા કાઢી નાખવામાં આવશે તે પછી હું તબલાં વગાડી શકીશ?’
ડોક્ટર નટુએ જવાબ આપ્યો, ‘તમારા હાથ એટલા સારા થઈ જશે કે તમે જરૂર તબલાં વગાડી શકશો.’
આ સાંભળીને ખુશ થઈ ગયેલા ગટુએ કહ્યું, ‘ડોક્ટર સાહેબ, આ તો નવાઈની વાત છે. ઓપરેશન પહેલા તો હું તબલાં વગાડી શકતો ન હતો.’

પપ્પુઃ કેમ છે દોસ્ત?
ડબ્બુઃ સારું છે, તું કહે...
પપ્પુઃ ભણવાનું કેમ ચાલે છે?
ડબ્બુઃ મિત્ર છે તો મિત્ર રહે, સગાં જેવી હરકતો ના કર...

પ્લમ્બરઃ સાહેબ નળ રિપેર થઈ ગયો છે. લાવો ૮૦૦ રૂપિયા.
એન્જિનિયરઃ અરે, એક કલાક કામની આટલી ફી તો મારી પણ નથી.
પ્લમ્બરઃ સાહેબ જ્યારે હું એન્જિનિયર હતો ત્યારે મારી પણ નહોતી.

ટીચરઃ કવિતા અને નિબંધ વચ્ચેનું અંતર જણાવો.
પપ્પુઃ પ્રેમિકાના મોઢામાંથી નીકળેલો એક-એક શબ્દ કવિતા હોય છે અને પત્નીના મોંઢામાંથી નીકળેલો એક શબ્દ નિબંધ સમાન હોય છે.


comments powered by Disqus