વિલ્સડન સ્વામિનારાયણ મંદિરના પૂર્વ પ્રમુખ મનજીબાપાનું નિધન

Wednesday 27th September 2017 07:30 EDT
 
 

મનજીબાપાના હુલામણા નામે જાણીતા મનજીભાઈ શિવજી હાલાઈનું ૮૩ વર્ષની વયે તા.૨૨.૯.૨૦૧૭ના રોજ અવસાન થયું છે.
વિલ્સડન સ્વામિનારાયણ મંદિરના પૂર્વ પ્રમુખ મનજીબાપાનો જન્મ ૩૦ જૂન ૧૯૩૪ના રોજ થયો હતો. તેમણે પિતા અને ચાર કાકા સાથે મળીને મુળજી દેવરાજ બ્રધર્સ હાલાઈ કન્સ્ટ્રક્શન કંપનીની સ્થાપના કરી હતી. ૧૯૬૮માં તેઓ યુકે આવ્યા ત્યારે મોમ્બાસા ખાતેના તેમના એમ્પ્લોયરે તેમને એકાઉન્ટન્ટની નોકરી શોધી આપવામાં મદદ કરી હતી. તે નોકરીમાંથી તેઓ ૭૦ વર્ષની વયે ૨૦૦૪માં નિવૃત્ત થયા હતા.
મહંત સ્વામી શાસ્ત્રી ધર્મજીવનદાસજીના આશીર્વાદ સાથે તેમણે યુકેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મંડળની રચના કરી હતી અને ૧૯૭૫માં વિલ્સડન મંદિર સ્થાપના કરી હતી. તે મંદિરના પ્રમુખપદેથી તેઓ ૨૦૧૭માં નિવૃત્ત થયા હતા. તેઓ સુરજપુર ગામના પ્રમુખપદે પણ રહ્યા હતા. SKLPCમાં પણ તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
મનજીબાપાને પ્રેમાળ પિતા, પતિ અને દાદા હતા અને તેમણે તેમના સંતાનોને ઉચ્ચ સંસ્કાર આપ્યા હતા. તેઓ તેમની પાછળ બે પુત્રી અને એક પુત્ર, ૧૧ ગ્રાન્ડ ચીલ્ડ્રન અને પાંચ ગ્રેટ ગ્રાન્ડ ચીલ્ડ્રન છોડી ગયા છે. સંપર્કઃ 020 8969 1936


comments powered by Disqus