ફરસાણની દુકાન પર એક મેડમ આવ્યાં... સટ્ટાક દઈને એક્ટિવાની ઘોડી ચઢાવી ને...
ઠાક ઠાક સેન્ડલનો અવાજ... ગોગલ્સ સાથે જોરદાર એન્ટ્રી મારી...
બે-ત્રણ પડીકા હાથમાં ફેરવીને એક પડીકું હાથમાં લઇ ને કહે: વેનીલા ગાંઠિયાની શું પ્રાઈઝ છે?
દુકાનવાળો: બેન, તમે અંગ્રેજી મીડિયમમાં ભણ્યાં લાગો છો...
બહેને ખુશ થઈને મલકાતાં મલકાતાં હા પાડી અને પૂછ્યું, ‘પણ તમને કેવી રીતે ખબર પડી?’
દુકાનદારઃ જરા પડીકામાં સરખું વાંચો... Vanela (વણેલા) Gathiya (ગાંઠિયા) લખ્યું છે...! વેનીલા ગાંઠિયા અમારી સાત પેઢીમાં કોઇયે નથી જોયા!
•
પ્રેમીએ પ્રેમિકાને કહ્યુંઃ ચાહુંગા મેં તુજે સાંજ-સવેરે...
પ્રેમિકા ખુશ થઈને બોલીઃ અને બાકીના સમયે શું કરશો?
પ્રેમીઃ ગાંડી, બેંકની લાઈનમાં પણ ઊભા રહેવું પડશેને?
•
એક વાર રમણ બજારમાં ચાલતો જતો હતો ત્યારે તેમણે જોયું કે એક ભાઈ ઉનાળામાં સ્વેટર વેચતા હતા. રમણે તે ભાઇ પાસે ઈને પૂછયું કે અત્યારે કેમ ઉનાળામાં સ્વેટર વેચો છો? દુકાનવાળા ભાઈએ કહ્યું કે આ સિઝનમાં હરીફાઈ ના હોય ને...
•
નટુઃ તારા પિતાજી દરજી છે તોય તારું શર્ટ ફાટેલું છે ખરેખર, આ તો બહુ શરમજનક વાત છે.
ગટુઃ મારી વાત છોડ, તારી વાત કર. શરમજનક વાત તો એ છે કે તારા પિતાજી દાંતના ડોક્ટર છે તોય તારો નાનો ભાઈ વગર દાંતે જન્મ્યો...!
•
પતિ-પત્નીમાં ઝઘડો થયો. પત્નીએ પતિની બરોબર ધોલાઈ કરી નાખી.
બીજે દિવસે સવારે પતિએ પત્નીને એક વાટકો ભરીને દૂધ આપ્યું. પત્ની છણકો કરીને બોલીઃ કેમ, મસકા મારો છો?
પતિઃ ના, ગાંડી એવું કશું નથી... આ તો, આજે નાગપંચમી છે ને!
•
ચમન અડધી રાતે સાઈકલ લઈને કબ્રસ્તાનમાં ઘૂસી ગયો. આંખો મીંચીને એકદમ ઝડપથી સાઈકલ ચલાવીને બહાર નીકળી ગયો. પરસેવો લૂછતાં બહાર ઊભેલા માણસને તેણે પૂછયુંઃ ઓય! આ કયો રોડ હતો... રસ્તામાં કેટલા બધા બમ્પ હતા.
•
નટુઃ તમે એક જોરથી થપ્પડ મારીશને તો તું દિલ્હી જઈને પડીશ.
ગટુઃ ઠીક છે, પણ જરા ધીરેથી મારજે. મારે જયપુરમાં થોડુંક કામ છે....
•
શિક્ષકઃ જ્યારે હું તારી ઉંમરનો હતો ત્યારે ગણિતમાં મને ૧૦૦માંથી ૧૦૦ માર્ક આવતા હતા.
વિદ્યાર્થીઃ એ તો તમને કોઈ સારા સાહેબ ભણાવતા હશે ને એટલે...!
•
ડોક્ટરઃ જ્યારે તમને ખબર હતી કે ગરોળી તમારા નાકમાં જઈ રહી છે તો તમે તેને રોકી કેમ નહીં?
દર્દીઃ પહેલાં વંદો નાકમાં ગયો હતો. મેં એમ વિચાર્યું કે ગરોળી તેને પકડવા માટે જઈ રહી છે...!
•
નટુએ વિમાનમાં ઊભા થઈને બરાડો પાડ્યોઃ ‘હાઈ...જેક!’
બધા ડરી ગયા પણ ત્યાં તો બીજા છેડેથી ઊભો થયેલો જેક સામે બોલ્યોઃ ‘હાય નટુ..!’
