ઓડિશામાં પણ ભાજપ લાભમાં રહ્યો, કોંગ્રેસનો સફાયો થયો

Wednesday 01st March 2017 08:44 EST
 
 

ઓડિશાઃ પંચાયત અને જિલ્લા પરિષદની ચૂંટણીના પરિણામો ચૂંટણી પંચે ૨૫ ફેબ્રુઆરીએ જાહેર કર્યા છે. રાજ્યમાં ૮૫૧ બેઠકો પર ૧૩થી ૨૧ ફેબ્રુઆરીની વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં શરૂઆતના તબક્કો ભાજપ માટે ફાયદાકારક સાબિત થયો હતો. 

રાજ્ય ચૂંટણી પંચના કહેવા પ્રમાણે ૨૯ જિલ્લાઓની ૧૭૪ જિલ્લા પંચાયતો માટે મતદાન થયું હતું. તેમાં ૫૩,૬૨,૮૧૪ મતદરોએ જિલ્લા પંચાયત, સમિતિ, વોર્ડ મેમ્બર, અને સરપંચો માટે મતદાન કર્યુ. તેમાં ભાજપે લગભગ ૩૦૬ બેઠકો પર જીત મેળવી છે. જે પાંચ વર્ષ પહલાં ૨૦૧૨માં 
થયેલી ચૂંટણી કરતાં લગભગ ૧૦ ગણી વધારે છે.
૨૦૧૨ની પંચાયતની ચુંટણીમાં ભાજપને ૩૬ બેઠકો મળી હતી. તે જ રાજ્યના સત્તાધારી પક્ષ બીજુ જનતા દળ (બીજેડી)ને નુકસાન પહોંચ્યું છે. ત્યાં કાંગ્રેસ કોઈ જ પ્રકારના મુકાબલામાં જોવા મળી નહોતી. ઓરસ્સામા ૧૭ વર્ષથી નવીન પટનાયકના નેતૃત્વવાળી બીજુ જનતા દળની સરકાર છે. ભાજપના નેતાઓમાં આ પરિણામોથી ઘણો ઉત્સાહ છે. ૨૦૧૪માં થયેલી લોકસભા અને વિધાન સભાની ચૂંટણીઓમા ભાજપની હાલત ખરાબ હતી.
૨૧ લોકસભાની બેઠકોમાંથી તેમને ફકત એક જ પર જીત મળી હતી. અને એ જ પ્રમાણે તે વિધાનસભાની ચૂંટણીઓમાં ત્રીજા નંબર પર રહી હતી.
૨૦૧૨ની ચંટણીઓમાં નવીન પટનાયકના નેતૃત્વવાળી બીજેડી પંચાયતની ચૂંટણીઓમાં એકતરફી જીત હાંસલ કરી હતી. તેણે ૮૫૪ બેઠકોમાંથી ૭૭ ટકા બેઠકો પર કબજો કર્યો હતો. કોંગ્રેસ ૧૩ ટકાની સાથે બીજા નંબર પર હતી. ૨૦૧૪ ની ચૂંટણી બાદ પણ આ ઘટનાક્રમ ચાલુ રહ્યો હતો. અને બીજદને ૧૪૭માંથી ૧૧૯ પર વિજય મળ્યો. આ જ પ્રમાણે લોકસભાની ચૂંટણીઓમાં પણ ૨૧માંથી ૨૦ બેઠકો તેમના પક્ષે ગઈ હતી. શરૂઆતના તબક્કે પરિણામો બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પંચાયતોની ચૂંટણીઓમાં ભાજપ પર ભરોંસો મૂકવા બદલ ઓડિશાની જનતાનો આભાર માન્યો હતો.


comments powered by Disqus