પુત્રીની સ્મૃતિમાં ૬૦૦૦ માઇલની પદયાત્રા

Wednesday 01st March 2017 05:10 EST
 
 

આ તસવીર છે બ્રિટનના ચેલ્ટેનહેમ નિવાસી નતાલિયા સ્પેન્સરની, જેમણે તાજેતરમાં જ પોતાની સદ્ગત પુત્રી એલિઝાબેથની યાદમાં બ્રિટનના દરિયાકાંઠે ૬૦૦૦ કિલોમીટરની પગપાળા મુસાફરી પૂરી કરી છે. તેણે ચેરિટી દ્વારા અંદાજે એક લાખ પાઉન્ડ કરતાં વધુ રકમનું ભંડોળ એકત્ર કર્યું છે. આ નાણાં તે બ્રિસ્ટલ ચિલ્ડ્રન્સ હોસ્પિટલને દાનમાં આપશે, જ્યાં તેની દીકરીનું મોત થયું હતું. નતાલિયા તેની પાંચ વર્ષની પુત્રીને ખૂબ પ્રેમ કરતી હતી. આ કારણે ગયા વર્ષે તેણે ડોર્સેટના ડર્ડલ ડૂરથી પગપાળા પ્રવાસ શરૂ કર્યો હતો. એલિઝાબેથ જ્યાં ફરવા આવી હોય તેવું આ છેલ્લું સ્થળ હતું. આ પછી તેને હીમોફેગોસિટિક લિમ્ફોહિસ્ટિયોસાઇટોસિસ (રોગપ્રતિકારક ક્ષમતા ઘટવા સંબંધિત) બીમારી થઈ અને પછી તેનું મોત થયું. નતાલિયા કહે છે કે જે હોસ્પિટલમાં મારી દીકરીએ અંતિમ શ્વાસ લીધા હતા તેને હું કંઈક આપવા માગતી હતી. આથી ચેરિટી દ્વારા પૈસા એકઠાં કર્યા છે.


comments powered by Disqus