‘સીમી’ના નાગોરી સહિત ૧૧ને આજીવન કેદ

Wednesday 01st March 2017 10:07 EST
 
 

ઇન્દોરઃ પ્રતિબંધિત સંગઠન ‘સીમી’ના સૂત્રધાર સફદર નાગોરી સહિત ૧૧ ત્રાસવાદીને ઇન્દોરની સીબીઆઇની વિશેષ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. નાગોરી અને તેના સાથીઓ સામે દેશદ્રોહ અને ગેરકાયદે હથિયાર રાખવાના આરોપ હતા. તમામને માર્ચ ૨૦૦૯માં ઇન્દોરના શ્યામનગર વિસ્તારમાંથી પકડવામાં આવ્યા હતા. કોર્ટે નાગોરી ઉપરાંત કમરુદ્દીન નાગોરી, સિબલી, સાબિર, અન્સાર, યાસિન, હાફિઝ હુસેન, અહમદ બેગ, શમી, મુનેરજ અને ખાલિદ અહમદને આજીવન કેદની સજા ફરમાવી હતી. 


comments powered by Disqus