અજી, દૂર સે દેખા તો
વો ફ્લાઇંગ કિસ દે રહી થી
આહાહા...દૂર સે દેખા તો
વો ફ્લાઇંગ કિસ દે રહી થી...
પાસ જાકર દેખા,
ખારી શીંગના
ફોતરાં ઉડાડતી'તી!
•
જજે ચોરને કહ્યુંઃ તે પોલીસના પેન્ટના ખિસ્સામાં સળગતી દિવાસળી કેમ મૂકી?
ચોરઃ સાહેબ, તેમણે જ કહ્યું હતું કે નિર્દોષ છૂટવું હોય તો ખિસ્સું ગરમ કર.
•
પતિ પત્નીને પિકનિક માટે સ્મશાનમાં લઈ આવ્યો.
પત્નીઃ આ ક્યાં લઈ આવ્યા તમે મને?
પતિ ધીમેથી બોલ્યોઃ અરે ગાંડી, લોકો અહીંયા આવવા માટે લોકો મરતા હોય છે.
•
ચિંટુનું રિપોર્ટ કાર્ડ જોઈ તેના પર તેના પપ્પાએ અંગુઠો માર્યો.
ચિંટુઃ પપ્પા, તમે તો ડોક્ટર છો, તો પછી અંગુઠો શું કામ લગાવો છો?
પપ્પાઃ તારું રિઝલ્ટ જોઈને તારા ટીચરને લાગવું ન જોઈએ કે તારા પપ્પા ભણેલા-ગણેલા ડોક્ટર છે.
•
દર્દીએ ડોક્ટરને કહ્યુંઃ તમે લખી આપેલી દવા આખા શહેરમાં ક્યાં નથી મળી.
ડોક્ટરઃ મળશે પણ નહીં, હું દવા લખવાનું જ ભૂલી ગયો છું. આ તો મારા સિગ્નેચર છે.
•
એક છોકરીના લગ્નના બે દિવસ પહેલાં એની સહેલીએ પૂછ્યુંઃ બધી તૈયારીઓ થઈ ગઈ?
છોકરીઃ હા, આખો મોબાઈલ ફોર્મેટ કરી નાંખ્યો, એફબી ડિએક્ટિવ કરવાનું છે, હવે માત્ર સિમ કાર્ડ તોડીને ફેંકવાનું બાકી છે.
•
લગ્ન એકમાત્ર એવી દુર્ઘટના છે જેમાં વાગ્યા પહેલાં જ હળદર લગાવવામાં આવે છે.
•
સવારમાં પત્ની ચા સાથે નાસ્તામાં શું બનાવવું એ પૂછવા આવી. ત્યાં અચાનક ન્યૂઝ પેપરમાં મોદીની વિદેશયાત્રા વિશે જોઈ પૂછવા લાગીઃ આ મોદી એક જ દિવસમાં ત્રણ-ત્રણ દેશ કેવી રીતે ફરી શકે છે?
પતિઃ જો સાથે પત્ની ના હોય તો માણસ એક જ દિવસમાં મોસ્કો, કાબુલ અને લાહોર ફરી દિલ્હીમાં આરામથી આવી શકે અને સાથે જો પત્ની હોય તો પિતને બિગ બઝારમાંથી બહાર આવતાં પણ સાંજ પડી જાય...
ચા સાથે નાસ્તાની વાત તો એક બાજુ, પતિદેવને સવારની ચા પણ ના મળી.
•
યમરાજઃ આજે અમદાવાદમાંથી ૧૦ લોકોને ઉઠાવો, હિટ સ્ટ્રોક છે.
યમદૂતઃ ઠોક ઠોક ના કરો પ્રભુ, તમારે ઠીક છે, બોલી જવું છે. અહીં તો એક તો કાળો પાડો અને કપડાં પણ કાળાં, ઉપરથી અમદાવાદમાં ૫૦ ડિગ્રી તાપમાન. મરી જવું છે? સોરી, આજે તો કોઈ કામ નહીં જ થાય.
•
બે વકીલો વકીલના યુનિફોર્મમાં હોટેલમાં ગયા. ચા-કોફીનો ઓર્ડર આપ્યો અને પોતપોતાની સૂટકેસમાંથી ટિફિન કાઢી જમવા લાગ્યા. આ જોઈ વેઇટરે આવીને કહ્યુંઃ સાહેબ અહીં પોતાના ઘરેથી લાવેલું જમવાની મંજૂરી નથી. બન્ને વકીલોએ એકબીજા સાથે ટિફિન અદલાબદલી કરી દીધી અને કહ્યું બોલ હવે! વેઇટર બિચારો બેભાન થઈ ગયો.
•
રાજુઃ અરે ઓ... ઊઠ ચાલ ફટાફટ, ભૂકંપ આવ્યો છે.
બબલુઃ અરે સૂઈ જા ગાંડા. મકાન પડશે તો પણ ઘરમાલિકનું જ પડશે ને. આપણું ક્યાં છે?
