૮૨ બેઠકો પર મહિલા મતદારો નિર્ણાયક

Friday 03rd November 2017 06:24 EDT
 
 

ગાંધીનગરઃ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, પરંતુ આ વખતની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ ખાસ કરીને મહિલાઓ અને યુવાનોને આકર્ષવાના પ્રયાસો કર્યા છે. પરિણામે ૨૦૧૨ની સરખામણીએ ૨૦૧૭ની ચૂંટણીમાં મહિલા મતદારોની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો છે.
૨૦૧૨માં ૧,૭૮,૬૪,૩૫૪ મહિલા મતદારો હતાં. તેની સામે ૨૦૧૭માં આ વખતે મહિલા મતદારોની સંખ્યા ૨,૦૭,૭૦,૫૩૫ ઉપર પહોંચી છે. બીજા શબ્દોમાં કહીએ તો ૨૦૧૨ની સરખામણીમાં આ વર્ષે ૨૯,૦૬,૧૮૧ સ્ત્રી મતદારો વધ્યાં છે.
રાજ્યમાં ૮૨ બેઠકો એવી છે જેના પર પુરુષ મતદાતાઓની સરખામણીમાં મહિલા મતદાતાની સંખ્યા વધારે છે. મતલબ કે જે રાજકીય પક્ષ પર મહિલા મતદાતાઓ મહેરબાન થશે તે પ્રતિસ્પર્ધીને પછાડીને પહેલવાન થશે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૨ની ચૂંટણીમાં ફક્ત ૪ બેઠકો એવી હતી જ્યાં મહિલા મતદારોની સંખ્યા પુરુષ કરતા વધારે હતી. તે જ રીતે પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોની સંખ્યા ૧૦ લાખ કરતાં વધુ છે.


comments powered by Disqus