આપણા અતિથિઃ વ્રજરાજકુમારજી મહોદયશ્રી

Tuesday 01st August 2017 13:04 EDT
 
 

જગદગુરુ વલ્લ્ભાચાર્યજી મહાપ્રભુજી મહારાજના ૧૮મા વંશજ વ્રજરાજકુમારજી મહોદયશ્રી ૯મી ઓગસ્ટ સુધી યુકેના પ્રવાસે પધાર્યા છે. તેઓની વિશેષ ઉપસ્થિતિમાં વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO) દ્વારા શુક્રવાર તા.૪ ઓગસ્ટે હેરોમાં પવિત્રા બારસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મહોદયશ્રી આશીર્વચન પાઠવશે. તેઓ શ્રી ઈન્દિરાબેટીજી મહોદયાશ્રી (પૂજ્ય શ્રી જીજી)ના જીવન અને કવન વિશે પણ પ્રેરક પ્રવચન પાઠવશે. થોડા સમય અગાઉ શ્રી ઈન્દિરાબેટીજીના ઉત્તરાધિકારી તરીકે તેમની વરણી કરવામાં આવી હતી.વ્રજરાજકુમારજી જગદગુરુ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના ૧૮મા વંશજ છે. બાળપણથી જ તેમને સનાતન વૈદિક ધર્મ પ્રત્યે આકર્ષણ હતું. ધર્મ, સંસ્કૃતિ અને ખાસ કરીને યુવાનો માટે તેમણે કરેલા કાર્યો પ્રેરણાનું કેન્દ્ર બની રહ્યા છે.
પવિત્રા બારસની ઉજવણીનું આયોજન કડવા પાટીદાર સેન્ટર, કેન્મોર એવન્યુ, હેરો HA3 8LU ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક. કંતેશ પોપટ C/o 07970 000 611


comments powered by Disqus