લંડનઃ સિનિયર રોયલ સ્ટાફની ફેરરચના અંતર્ગત ક્વિન એલિઝાબેથ દ્વિતિય તેમના સિનિયર એડવાઈઝર ગુમાવશે. ક્વિનના હાલના ૫૫ વર્ષીય સર ક્રિસ્ટોફર ગીટ દસ વર્ષ સુધી તેમના પ્રાઈવેટ સેક્રેટરી પદે રહ્યા બાદ તેમનો હોદ્દો છોડી દેશે. આર્મીના પૂર્વ ઈન્ટેલીજન્સ ઓફિસર સર ક્રિસ્ટોફર ફોરેન ઓફિસમાં ફરજ બજાવ્યા બાદ ૨૦૦૨માં આસિસ્ટન્ટ પ્રાઈવેટ સેક્રેટરી તરીકે જોડાયા હતા. તેમના અનુગામી તરીકે ક્વિનના હાલના ડેપ્યુટી પ્રાઈવેટ સેક્રેટરી એડવર્ડ યંગ સ્થાન લે તેવી શક્યતા છે. તે ઉપરાંત, અગાઉના પ્રેસ સેક્રેટરી અને હાલના આસિસ્ટન્ટ પ્રાઈવેટ સેક્રેટરી સામંતા કોહેનને પ્રમોશન મળે તેવો અંદાજ છે.
વધુમાં ડ્યુક ઓફ કેમ્બ્રીજના પ્રાઈવેટ સેક્રેટરી મીગલ હેડ અને પ્રિન્સ હેરીના પ્રાઈવેટ સેક્રેટરી એડવર્ડ લેન ફોક્સ પણ તેમનો હોદ્દો છોડે તેવી શક્યતા છે.
