લંડનઃ ઓસ્ટ્રેલિયાનાં સૌથી જૂના સહયોગી દેશ બ્રિટને બેઇજિંગ દ્વારા દક્ષિણ ચીન સાગર વિસ્તારમાં થઈ રહેલા તાવાઓે પડકારવા બે નવા વિમાન વાહક યુદ્ધજહાજને તે વિસ્તારમાં મોકલીને દાવાને પડકારવા નિર્ણય લીધો છે.
બ્રિટનનાં વિદેશપ્રધાન બોરિસ જોન્સને ઓસ્ટ્રેલિયા ખાતે બંને દેશોના સંરક્ષણ પ્રધાન અન વિદેશ પ્રધાનની બેઠક પછી આ અંગે નિર્ણય લેવાયો હોવાની જાહેરાત કરી હતી. જ્હોન્સને જણાવ્યું હતુ ંકે વિશ્વ વેપાર માટે દક્ષિણ ચીની સાગરમાં નેવિગેશનની આઝાદી જળવાય તે જરૂરી છે. કાયદા આધારિત નેવિગેશનની આંતરરાષ્ટ્રીય સિસ્ટમને ચકાસવા બ્રિટન દક્ષિણ ચીન સાગર વિસ્તારમાં બે નવા કોલોસલ વિમાન વાહનક યુદ્ધજહાજ મોકલશે.
બ્રિટનનાં સંરક્ષણ પ્રધાન સર માઇકલ કોલને જોકે યુદ્ધ જહાજ તૈનાતી અંગે વધુ વિગતો આપવા ઇનકાર કર્યો હતો. તેમમે કહ્યું કે તૈનાતી અંગે વધુ વિગતો આપવા ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે તૈનાતી અંગેની આરંભિક વિચારણા હજી બાકી છે. પરંતુ વિશ્વનાં આ વિસ્તારમાં તંગદિલી અને પડકારો બંને વધી રહ્યા હોવાથી બે યુદ્ધજહાજ મોકલવા નિર્ણય લેવામાં આવ્યો છે.
અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન પણ બેઇજિંગ દ્વારા દક્ષિણ ચીની સાગરમાં ઊભા થયેલા કૃત્રિમ ટાપુ વિષે ચિંતા જાહેર કરી ચૂક્યા છે. વિશ્વ એ બાબતની નોંધ લઈ ચૂક્યું છે કે વેપારધંધા માટેના દરિયાઈ માર્ગ પર ચીન લશ્કરી થાણા ઊભા કરી રહ્યો છે.
