લંડન: લંડનના ગીચ વસ્તી ધરાવતા આંતરિક વિસ્તારોમાં પણ નેટની સ્પીડ રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછી હોવાથી બ્રોડબેન્ડ વપરાશકારો પરેશાન છે. એક કન્ઝ્યુમર ગ્રૂપના અભ્યાસમાં જણાયું હતું કે કેટલાક વિસ્તારોમાં મોટા ભાગના લોકોને માત્ર ૧૦ મેગાબાઈટ/સેકન્ડની સ્પીડ મળે છે, જે 'Ofcom' દ્વારા લઘુત્તમ માન્ય સ્પીડ છે. સાઉથવર્ક, વેસ્ટમિન્સ્ટર અને લામ્બેથ સહિતની બરોમાં રાષ્ટ્રીય સરેરાશ કરતા ખૂબ ઓછી સ્પીડ છે. કેમ્પેનરોએ જણાવ્યું હતું કે આ તારણને લીધે દેશભરમાં નેટની સ્પીડ વધારવા માટે દબાણ વધશે.
