લંડન: દેશમાં પ્રથમ સૌપ્રથમ વખત કરાયેલા ટ્રેનોના મિનિટ દીઠ અને સ્ટેશન દીઠ અભ્યાસમાં જણાયું હતું કે ૩૬ ટકાથી વધુ ટ્રેનો તેના નિર્ધારિત સમય કરતા મોડી પહોંચે છે.
દેશના ૨૭ મુખ્ય ટ્રેન ઓપરેટર્સમાંથી માત્ર એક જ ઓપરેટરની ચાર ટ્રેનોમાંથી ત્રણ ટ્રેન સમયસર પહોંચતી હોવાનું જણાયું હતું. પાંચ ઓપરેટરોની નિયત સમય કરતા વધારે મોડી પહોંચે છે. નેટવર્ક રેલ ડેટા મુજબ માત્ર ૧૦.૨ ટકા ટ્રેનો મોડી પહોંચતી હોવાનું જણાવાયું હતું.
૧.૩૮ મિલિયન સ્ટોપેજ કરતી ૧૪૦,૦૦૦ ટ્રેનોના એનાલિસિસમાં જણાયું હતું કે સ્ટેશન મુજબ જોતા પણ ટ્રેનો મોડી દોડતી હતી. લંડનના ટોટનહામ હેલ જેવા કેટલાક સ્ટેશનો પર દસમાંથી આઠ ટ્રેનો મોડી પડતી હતી.
