એક સ્ત્રી બીજી સ્ત્રીના કાનમાં ઘુસપુસ કરે એને શું કહેવાય.
નટુઃ ડેટા ટ્રાન્સફર
•
પતિના મરી ગયા પછી પત્નીએ બીજા દિવસે છાપામાં જાહેર ખબર છપાવીઃ ‘મારા પતિના અંતિમ સંસ્કારમાં સામેલ થવા બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.’ - લિ. ટીના (ઉંમર ૩૨, ઊંચાઈ ૫ ફૂટ ૨ ઈંચ, રંગ - ગોરો, સંતાન નથી.)
•
એક શાણા અર્થશાસ્ત્રીએ આવનારી મંદી માટે એક સોનેરી સલાહ આપી છેઃ ‘જો તમે જરૂર ના હોય એવી ચીજો ખરીદતા રહેશો, તો ઝડપથી એવો સમય આવશે કે તમને જરૂર હોય એવી ચીજો તમારે વેચવી પડશે!’
•
અમેરિકામાં આ મંદીના સમયમાં એક રેસ્ટોરન્ટની બહાર એક પાટિયું લાગેલું હતુંઃ પ્લીઝ, અંદર પધારો, નહીંતર આપણે બન્ને ભૂખ્યા રહીશું!
•
કાઠિયાવાડી કનુ છોકરી જોવા ગયો. વિચાર્યું કે અંગ્રેજીમાં વાત કરું. તો એને પૂછયુંઃ શું અંગ્રેજી હાલશે?
છોકરીઃ નમકીન અને ડુંગળી સાથે હોય તો દેશી પણ હાલશે...
•
પતિ (પત્નીને)ઃ તું જાણે છે વિદેશોમાં છૂટાછેડા લેવા ખૂબ જ સહેલા છે?
પતિ (પતિને)ઃ ખબર છે... એટલે જ તો ત્યાંની યુવતીઓ સાસરિયે વળતી વખતે રડતી નથી.
•
એક મચ્છર પરેશાન બેઠું હતું.
બીજાએ પૂછયું, ‘ભાઈ, શું થયું તને?’
પહેલાએ કહ્યું, ‘યાર ગજબ વાત છે કે... ઉંદર પકડવાના પાંજરામાં ઉંદર હોય છે, સાબુદાનીમાં સાબુ હોય છે, પણ મચ્છરદાનીમાં માણસ સૂવે છે!
•
ભૂરોઃ જો રઘા, તારી ઘરવાળીને સાપ કરડી રહ્યો છે!
રઘોઃ યાર તું ચિંતા ન કરીશ, સાપનું ઝેર ખલાસ થઈ ગયું હશે એટલે રિચાર્જ કરે છે.
•
પપ્પુઃ આટલી ઉતાવળે શું શોધી રહ્યો છે?
ગપ્પુઃ યાર, યાદશક્તિ તેજ કરવા માટે રાત્રે બદામ પલાળી અને હવે યાદ જ નથી આવતી કે ક્યાં મૂકી હતી?
•
શિક્ષકઃ અકબર કોણ હતો?
વિદ્યાર્થીઃ ખબર નહીં.
શિક્ષકઃ અભ્યાસ તરફ ધ્યાન આપો. ખબર પડશે!
વિદ્યાર્થીઃ તમે જણાવો સાહેબ કે રાજુ કોણ છે?
શિક્ષકઃ ખબર નહીં.
વિદ્યાર્થીઃ તમારી દીકરી તરફ ધ્યાન આપો, ખબર પડશે!!
•
પતિ જ્યારે જમવા બેસતો ત્યારે તેની પત્ની છૂટું વેલણ ફેંકતી. મિત્રે તેને આ આફતમાંથી બચવાની સલાહ આપતા કહ્યુંઃ તું એની રસોઈનાં વખાણ કર તો નહીં મારે.
પતિએ જમવાનું શરૂ કરતાં જ શરૂ કર્યું, ‘વાહ શું દાળ છે, શું શાક છે...’ હજુ આગળ બોલે ત્યાં તો રસોડામાંથી રમતું વેલણ આવ્યુંઃ ‘રોજ હું રાંધુ છું ત્યારે મૂંગા મરો છો ને આજે પડોશીએ મોકલ્યું તો વખાણ કરો છો!
•
નટુ જહાજ પર નોકરીના ઇન્ટરવ્યૂ માટે કેપ્ટન ગટુને મળ્યો.
ગટુઃ અચાનક તોફાન આવે તો તમે શું કરશો?
નટુઃ સર, લંગર બહાર ફેંકીશ...
ગટુઃ બીજુ એક તોફાન આવે તો શું કરશો?
નટુઃ સર, બીજું લંગર ફેંકીશ.
ગટુઃ જો ફરીથી તોફાન આવે તો શું કરશો?
નટુઃ ફરીથી લંગર ફેંકીશ
ગટુઃ એક મિનિટ, તમે આટલાં બધાં લંગર ક્યાંથી લાવશો?
નટુઃ તમે જ્યાંથી તોફાન લાવો છો ત્યાંથી.
