લંડનઃ ઉત્સવોની મોસમ ગયા પછી તમે તમારા શરીરના આકારથી સંતુષ્ઠ ના હોવ તો તેવા તમે એકલા નથી. બે તૃતિયાંશ મહિલાઓ પોતાના બોડી સ્ટ્રક્ચરથી સંતુષ્ઠ નથી જ હોતી. બ્રિટનની અડધો અડધ મહિલા પોતાના દેખાવને સુધારવા થોડું વજન ઉતારવાની ઇચ્છા હંમેશાં ધરાવતી રહે છે. ૨૦૦૦ જેટલી મહિલા પર સર્વેક્ષણ કરતાં આ હકીકત સામે આવી છે. ટૂંકમાં મહિલાઓ પોતાના વજનને મુદ્દે ખૂબ જ ચિંતિત હોય છે. જોકે વજન ઉતારવાના પ્રયાસથી પણ સંતોષકારક પરિણામ હાથ ના લાગતા તે શરીરની ચરબી ઘટાડીને તેને ચુસ્ત રાખવાના પ્રયાસો જ છોડી દેતી હોય છે.
બે તૃતિયાંશ મહિલાઓને ડાયેટ જેવો શબ્દ જ નથી ગમતો હોતો. તેઓ તંદુરસ્ત આહાર જેવા શબ્દનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે. પાંચે એક મહિલા યુવાન દેખાવાનો ક્રેઝ ધરાવતી હોય છે જ્યારે ૧૪ ટકા મહિલા તેમના મિજાજને ખુશ રાખવા ખર્ચ કરવા રાજી હોય છે.
ન્યૂટ્રિશન વિષયના નિષ્ણતા રોબ હોબસનનું કહેવું છે કે, વર્ષ દરમિયાન મહિલાઓ અનેક ડાયેટ પ્લાન પર આગળ વધતી હોવા છતાં આરોગ્ય અને શરીર વિષયે ધાર્યા પરિણામ મેળવી શકતી નથી. ડાયેટિંગ કેટલાક ચોક્કસ કિસ્સામાં જ કારગત રહેતું હોય છે તેવામાં ભોજનના તંદુરસ્ત રાહ પર ચાલીને વધુ સારા પરિણામ હાંસલ કરી શકાય, પરંતુ કહેવા જેટલું કરવું સરળ નથી. મહિલાઓ કહેતી હોય છે કે ડાયેટ પર રહેવા છતાં નિષ્ફળતા મળતી હોવાનું મૂળ કારણ થાક, છૂટછાટનો અભાવ અને માનસિક કંટાળો હોય છે. શરીરને સુડોળ બનાવવા ડાયેટિંગ પર રહેવા ભોજનથી દૂર રહેવું પડે છે. બીજી અનેક જટિલતાનો સામનો કરવો પડે છે. તેને કારણે સફળતા મળવાનો દર પણ ઘટી જાય છે.

