હળવી ક્ષણોએ

Wednesday 04th January 2017 05:18 EST
 

પત્નીએ પતિને કહ્યું બેન્કમાં એક પણ રૂપિયો જમા ના કરાવ્યો તો પણ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી નોટીસ આવીઃ કંઈક તો કમાઓ... બેશરમ!!!

એક ભાઈને જમ્યા બાદ આંગળીઓ ચાટવાની ગંદી આદત હતી. એક વાર જમણવારમાં જમ્યા બાદ તેઓ આંગળીઓ ચાટી રહ્યા હતા. બાજુમાં બેઠેલી વ્યક્તિથી સહન ન થયું. તેણે પોતાનો હાથ આગળ કરીને કહ્યું લો આને પણ સાફ કરી દો.

કોઈકે દીવાલ પર લખ્યું હતુંઃ લાઇફ ઇઝ વેરી બ્યૂટિફુલ.
નીચે કોઈકે લખી કૌંસમાં લખ્યુંઃ તમારી પત્નીને શરતોને આધીન.

આલિયા: ભૈયા, દસ રૂપિયેવાલી મેગી દેના.
દુકાનદાર: યે લિજીયે.
આલિયા: કિતને હુએ?

પતિ પત્નીનો હાથ પકડીને બજારમાં ફરતો હતો ત્યારે એના મિત્રએ કહ્યું, ‘યાર, આટલાં વર્ષ થયાં તારાં લગ્નને પણ પત્ની તરફ તારો પ્રેમ જોઈને દિલ ખુશ થઈ ગયું.’
પતિઃ અરે નહીં યાર, એનો હાથ છોડતા જ એ કોઈ દુકાનમાં ઘૂસી જશે એ ડરે હાથને પકડીને રાખ્યો છે.

નવી પરણેલી વહુ સવારે પાંચ વાગ્યે ઉઠી ગઈ. સાસુએ કહ્યું, ‘વહુ દીકરા, બહુ વહેલા ઊઠી ગઈ, અત્યારે તો પાંચ જ વાગ્યા છે...’
વહુઃ અરે નહીં સાસુમા... અત્યારે નથી ઊઠી. બસ ખાલી વોટ્સએપ પર સ્ટેટસ બદલવું છે અને ડીપી પણ બદલવી છે. બધાને ગુડ મોર્નિંગ મેસેજ મોકલવો છે. પછી સૂઈ જઈશ. તમે જ્યારે ચા બનાવી લો એટલે મને ઉઠાડી દેજો...

પપ્પુએ ગલીના રસ્તામાં કેળાની છાલ ફેંકી. એક માણસનો પગ તેના પર આવતા ત્યાં પડી ગયો. આખા મહોલ્લાના લોકો ભેગા થઈ ગયા. આ કેળાની છાલ કોણે ફેંકી? બધા એકબીજાને પૂછી રહ્યા હતા. એક માણસ ગુસ્સામાં બોલ્યોઃ ફેંકી હશે કોઈ કૂતરાએ.
પપ્પુ મોં દબાવીને હસવા લાગ્યો ને પછી મનમાંને મનમાં બોલ્યોઃ છાલ મેં ફેંકી ને નામ કૂતરાનું આવ્યું.

હોસ્ટેલમાં ઉદાસ ભગો તેના રૂમ પાર્ટનર ગગા સાથે વાત કરી રહ્યો હતો.
ભગોઃ યાર મારી સાથે તો આજે બહુ મોટો દગો થયો.
ગગોઃ કેમ શું થયું?
ભગોઃ મેં ઘરેથી બુક્સ માટે પૈસા મંગાવ્યા હતા તો ઘરવાળાએ સીધી બુક્સ જ મોકલાવી દીધી.

જ્યારે તમે રડો છો ત્યારે કોઈ નથી જોતું, જ્યારે તમે ટેન્શનમાં હો છો ત્યારે પણ કોઈ નથી જોતું, જ્યારે તમે કોઈ તકલીફમાં હો ત્યારે પણ કોઈ નથી જોતું...
પરંતુ જ્યારે તમે કોઈ છોકરી સાથે હો છો ત્યારે આખો મહોલ્લો જોઈ જાય છે.

છગન એની પત્ની લીલીને કહી રહ્યો હતો... ‘તને ભગવાને રૂપ આપ્યું અને સાથે સાથે મૂર્ખામી પણ કેમ આપી હશે?’
‘જુઓ સાંભળો અને સમજો...’ લીલી બોલી, ‘રૂપ એટલા માટે આપ્યું કે તમે મને પરણવા તૈયાર થાઓ અને મૂર્ખામી એટલે આપી કે હું તમને પરણવા તૈયાર થાઉં!’

આજે કમાલ થઇ ગઇ...
એટીએમમાં પૈસા કાઢવા કાર્ડ નાંખ્યું તો અંદરથી અવાજ આવ્યો કે ક્ષમા કરશો... આપના પૈસા વિજય માલિયા લઇને નાસી ગયા છે... ધન્યવાદ!

આફ્રિદી: જનાબ, હમ ભારત મેં નહી ખેલેંગે, હમારી જાન કો ખતરા હૈ.
નવાઝ શરીફ: અબે, જિસ તરહ સે ખેલ રહે હો, પાકિસ્તાન મેં જ્યાદા ખતરા હૈ!


comments powered by Disqus