હળવે હૈયે...

જોક્સ

Wednesday 04th October 2017 06:16 EDT
 

પતિઃ ક્યાં, ગાયબ હતી ચાર કલાકથી?
પત્નીઃ શોપિંગ કરવા ગઈ હતી, મોલમાં.
પતિઃ શું લીધું?
પત્નીઃ ૧ માથાની પિન અને ૪૫ સેલ્ફી.

એક મહાન પર્યાવરણપ્રેમીનું સુવાક્ય વાંચોઃ
‘મેં ચકલી પાળી, થોડા દિવસમાં એ ઊડી ગઈ. મેં ખિસકોલી પાળી. એ પણ જતી રહી.
પછી મેં એક ઝાડ રોપ્યું... ચકલી અને ખિસકોલી બંને પાછા આવી ગયા...
હવે આ ભગાનું આ સુવાક્ય વાંચોઃ
‘હું ચેવડો લાવ્યો. મિત્રો લઈ ગયા. હું સિંગ ભુજીયા લાવ્યો. એ પણ દોસ્તો લઈ ગયા.
પછી હું દારૂ લાવ્યો...
મિત્રો ચેવડો અને સિંગભુજીયા લઈને પાછા આવી ગયા!’

છોકરીઃ તમે શું કરો છો?
છોકરોઃ હું શહેરના સૌથી મોટા છાપામાં નોકરી કરું છું.
છોકરીઃ વાઉ!
છોકરોઃ પણ, મેં હમણાં એ નોકરી છોડી દીધી.
છોકરીઃ કેમ?
છોકરોઃ આટલી ઠંડીમાં પેપર નાંખવા કોણ જાય?

એક છોકરો સાઈકલ પર ઈંડાની ટોપલી લઈને જતો હતો. રસ્તામાં પથ્થર આવ્યો, સાઈકલ પડી ગઈ. બધાં ઈંડા ફૂટી ગયાં, ટોળું ભેગું થઈ ગયું.
‘ધ્યાન રાખવું જોઈએ ને?’
‘જોઈને નથી ચલાવાતું?’
‘રસ્તા પર ગંદકી કરી નાંખી...'
આવા બધા અવાજો વચ્ચે એક કાકા આગળ આવીને કહેવા લાગ્યા, ‘બિચારા છોકરાનો વિચાર કરો. એ એના માલિકને શું જવાબ આપશે? બિચારાના પગારમાંથી પૈસા કપાઈ જશે. એને સલાહો આપવાને બદલે બિચારાને કંઈ મદદ કરો... લો, હું મારા તરફથી ૧૦ રૂપિયા આપું છું...’
કાકાની સલાહ બધાને ગમી. બધાએ થોડા થોડા રૂપિયા આપવા માંડયા. છોકરો રાજી થઈ ગયો કારણ ઇંડાની કિંમત કરતાં મળેલા રૂપિયા વધારે થઈ ગયા હતા. બધા છૂટા પડી રહ્યા હતા ત્યારે એક જણે કીધુંઃ ‘છોકરા, પેલા કાકા ના હોત તો તારી શી હાલત થઈ હોત? દુકાનના માલિકને તું શું જવાબ આપત?’
છોકરો બોલ્યો, ‘એ કાકા જ તો દુકાનમાલિક હતા.’

પત્ની પતિને કહેઃ તમે મારા કાનમાં અંગ્રેજીમાં મીઠું મીઠું બોલોને...
પતિ: Salt, Salt, Salt

દીકરી પરણવા જેવડી થઈ...
પત્ની: જુઓ, દીકરી હવે મોટી પરણવા જેવડી થઇ છે. હવે કોઇ ઠેકાણું ગોતીએ!
પતિ: ઠેકાણાં તો ઘણાં જોયાં પણ યોગ્ય મુરતિયો હજુ નથી મળ્યો. જે મળે તે ગધેડા જેવા બુદ્ધુ હોય છે.
પત્ની: મારા બાપુજીએ તમારી જેમ જ વિચાર્યે રાખ્યું હોત તો હું કુંવારી જ રહી ગઇ હોત.

આ ઠંડીમાં જ્યારે સવાર સવારના ધણધણીને વાગી ઉઠતા એલાર્મને બંધ કરીને પાછા સૂઈ જઈએ...
...ત્યારે એવી ફિલીંગ થાય છે જાણે હમણાં જ કોઈ બોમ્બ ડિફ્યુઝ કર્યો હોય.

મકાનમાલિકે તેના ઘરની બહાર મકાન ખાલી છે એવું લખેલું બોર્ડ લગાવી રાખ્યું હતું. સાથે એવું પણ લખ્યું હતું કે આ મકાન એવા લોકોને ભાડે આપવામાં આવશે જેને સંતાનો ન હોય! પપ્પુ મકાનમાલિક પાસે ગયો અને કહ્યુંઃ આ મકાન મન આપી દો, મારે ફક્ત મા-બાપ જ છે!


comments powered by Disqus